તાલુકા પંચાયતમાં જીત મેળવતા સરપંચ યશ પટેલે રાજીનામુ આપ્યું
માળીયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામના નવા સરપંચ મમતાબેન દયાતર થયા છે. તાલુકા પંચાયતમાં જીત મેળવતા સરપંચ યશ પટેલે રાજીનામું આપ્યું છે.
માળીયાહાટીના તાલુકાના માતરવાણીયા ગામના સરપંચ યશ અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અ વાણીયા શીટ ઉપરથી વિજેતા થયેલ છે.
સરકારી પ્રોટોકોલ પ્રમાણે કોઈ હોદ્દેદારો પાસે બે હોદા ન હોય તે નિયમ અનુસાર. યસ અરવિંદભાઈ પટેલે માતર વાણીયા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી. હિતેશભાઈ શામળા ની ઉપસ્થિતિ. માં. ઉપ સરપંચ મમતાબેન વિનોદભાઈ દયાતરને સરપંચ તરીકે નો ચાર્જ સોંપેલ છે અને ઉપસરપંચ તરીકે ભાણજીભાઈ કાનાભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે યુવા આગેવાન વિપુલભાઈ વડાલીયા સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ સરપંચ યશ પટેલ એ સરપંચ અને ઉપસરપં ને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું છે.