Jai Hind

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નવા કોર્ષ સિસ્ટમનાં અમલીકરણ માટે કાર્યશાળા યોજાઈ

વિવિધ સેમેસ્ટર માળખા અંગેની વિસ્તૃત માહિતી આપી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) 2020 ના અસરકારક અમલીકરણ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી કોર્સ સિસ્ટમ, અભ્યાસક્રમમાં ફેરફારો અને વિવિધ સેમેસ્ટર માળખા અંગેની વિસ્તૃત માહિતી આપી તેનો સફળ અમલ કરવાનો હતો
એન.ઇ.પી. 2020 મુજબ નવા કોર્ષ સિસ્ટમના અમલીકરણ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઉષા પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ આયોજિત કાર્યશાળાનેમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ મુજબ સ્નાતક અને અનુસ્નાતક સ્તરે મલ્ટિ-ડિસિપ્લિનરી અભ્યાસક્રમો, મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ વિકલ્પોની રૂપરેખા તૈયાર કરવા પર ચર્ચા થશે. સાથે વિદ્યાર્થીઓ માટે લવચીક અને કૌશલ્યવર્ધક શિક્ષણ પ્રણાલી સુનિશ્ચિત કરવા માટેની ટ્રેનિંગ અને શૈક્ષણિક આયોજનના મુદ્દાઓ આવરી લેવા આવનાર દિવસોમા આયોજન થશે.
કાર્યશાળાનાં તજજ્ઞ વક્તા ડો. શૈલેષ રાણસરીયાએ પરિણામ આધારીત શિક્ષણ, , ડો. અશ્વિન સોલંકીએ પીજી પ્રોગ્રામ (અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્ક), અને ડો. મયંક સોનીએ સ્નાતકોત્તર ચતુર્થ વર્ષનાં ઓનર્સ અને ઓનર્સ વીથ રીચર્સ, વિષયો પર વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષ અને પ્રધાન મંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યુનિ.નોડલ અધિકારી પ્રો. (ડો.) ફિરોઝ શેખે આમંત્રીત સ્પીકર અને વરિષ્ઠ અધિકારીઓ, એક્જૂક્યુટીવ કાઉન્સીલ મેમ્બર અતિથીઓ, સહયોગીઓ, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની વિવિધ કોલેજોનાં આચાર્ય અને અધ્યાપક ગણને સમાજ શાસ્ત્ર ભવનનાં વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.