Jai Hind

ખંભાળીયાનાં વોર્ડ નં.2માં પ્રિ-મોનસૂન કામગીરીનો પ્રારંભ

ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાથી નગરજનોને રાહત મળશે

આગામી દિવસોમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે, ત્યારે વરસાદી પાણીના કારણે નગરજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે નગરપાલિકાની નવનિયુક્ત સદસ્યોની બોડી દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના નદી, નાળા, વોંકળા અને ગટરોની સાફ-સફાઈની શરૂઆત અહીંના વોર્ડ નંબર 2 માંથી કરવામાં આવી છે.
જેમાં વરસાદી પાણીના નિકાલમાં નળતરરૂપ કચરો તેમજ જોખમી અને અવરોધ રૂપ વૃક્ષોની ડાળીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે માટે નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સદસ્ય રસિકભાઈ નકુમ, ઋષિરાજ ખેતિયા વિગેરેની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સેમીટેશન ઇન્સ્પેક્ટર સંજયભાઈ કરમુર, રાજપારભાઈ ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવતા ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યાથી નગરજનોને મહદ અંશે રાહત બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડમાં પણ આ રીતે પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પાલિકા સૂત્રો દ્વારા જણાવાયું છે.