Jai Hind

સાયલાના નકલી DYSP સોહીલે સીઝ થયેલ બેંક એકાઉન્ટ ખોલાવી દેવા 22 હજાર પડાવ્યા હતા

સોશિયલ મીડીયામાં વર્ધીવાળો ફોટો મુકી લોકોને ફસાવતો હતો: રેન્જની ટીમે પકડયો

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને સામાન્ય નાગરિકોને છેતરતી ટોળકીઓ કે ઈસમો પર સોશિયલ મીડિયા તેમજ હ્યુમન સોર્સ દ્વારા નજર રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી.
દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતેથી પોલીસ વિભાગના ઉુ.જ.ઙ. કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સાયબર ક્રાઈમ અને છેતરપિંડી આચરતા આરોપી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ (ઉંમર વર્ષ 31, રહે. સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ, જિ. સુરેન્દ્રનગર) ને સાયલા-સુદામડા ચોકડી નીચેથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર અપૂર્વ પટેલ, પો.સ.ઈ. પી.એન.
મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર તેમજ ટેકનિકલ સેલના પો.સ.ઈ. પી.સી.સરતેજા, અને સ્ટાફના નરેન્દ્રસિંહ રાઠોડ તથા બળદેવસિંહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.