Jai Hind

ખાખરિયા ગામે મકાનમાંથી 18.60 લાખની માલમત્તાની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

પૂછપરછમાં મહારાષ્ટ્ર-દાહોદના પાંચ તસ્કરના નામ ખુલતા ગેંગને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

બાબરા તાલુકા ના ખાખરીયા ગામે થી ગત તા.10/5 ના પૌત્ર ની સગાઇ માં સુરત ગયેલા વૃધ્ધ ખેડુત જાદવભાઇ સવજીભાઇ નારોલા ના રહેણાક મકાન ના તાળા તોડી કબાટ માં રાખેલા જુદા જુદા કીમતી સોનાના દાગીના કુલ કીમત 15.60 લાખ તથા ખેત ઉપજ વેચાણ ની રકમ ત્રણ લાખ મળી કુલ 18.60 લાખ ની મતા ચોરી થવા અંગે બાબરા પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી હતી
સ્થાનિક પોલીસ ટીમ અને જીલ્લા એલ.સી.બી ટીમ દ્વારા 200 જેટલા સીસી ટીવી ફૂટેજ અને ટેકનીકલ સ્ત્રોત સહિત હ્યુમન સ્ત્રોત આધારે મહારાષ્ટ્ર ના પુના અને દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા માંથી કાર્તિક રમેશભાઈ ચામઠા ઉવ.43 રહે.ઠયા ફળિયું તા.ઝાલોદ જી.દાહોદ સુનીલ ઈશ્વરભાઈ નાનાવત ઉવ.45 રહે.ઓસાડે ગાવથન જી.પુના મહરાષ્ટ્ર, વ્યાસ કડવા મનાવત ઉવ.44 રહે.ડોંગરગાવ તા.વડ્ગાવ જી.પુના વાળા ને રોકડા રૂપિયા 1,50,000 તથા ચોરી કરવા ઉપયોગ માં લાવેલા મારુતિ વેગનઆર કાર કીમત રૂપિયા 3,00000 અને લોખંડ ના ત્રિકમ સાથે પકડી પાડ્યા છે જયારે 15.60 લાખ ના કીમતી સોનાના દાગીના તથા રોકડ 1.5 લાખ ઝડપવા બાકી છે
પોલીસ પ્રાથમિક પુછપરછ માં પકડાયેલા આરોપી દ્વારા ચોરી ને અંજામ આપવા મદદ કરનારા સાથી તસ્કરો તરીકે સુબ્રમણ્યમ મુક્તાર મનાવત રહે.પુના અવિનાશ કીડું ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ રાજપાલ કલ્પેશભાઈ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ ભગીરથ ચંદુભાઈ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ વિશ્વનાથ શર્મા નાનાવત રહે.પુના મહારાષ્ટ્ર ના નામો જાહેર થતા તેમની શોધખોળ આદરી છે
ગુજરાત અને મહારાષ્ટ્ર ના આરોપી દ્વારા પોતાના રહેઠાણ થી 500 કિમી દુર ગુગલ મેપ આધારિત આંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર માં પ્રથમ સપોર્ટ બાઈક ઉપર ચોરી ને અંજામ આપી ત્યાંથી 100 કિમી જેટલા દુર અન્ય તસ્કર કાર સાથે ઉભા રહી અને એક મેક વાહનો અને ચોરી કરેલ મુદ્દા માલ બદલી નાખવા ઓપરેન્ડી અપનાવી તસ્કરી ને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસ માં ફલિત થયા નું જાણવા મળે છે.