Jai Hind

ભાણવડના મોખાણામાં સરકારની વિવિધ યોજનાઓનો સેવા કેમ્પ સંપન્ન


જનજાતીય ગરિમા ઉત્સવની ઉજવણી કરાઈ

ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત ભાણવડ તાલુકાના મોખાણા ખાતે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નજીકના ગામોના અનેક લાભાર્થીઓએ પોતાના ગામ નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી તથા અરજીની સેવાઓ મેળવી હતી.
આ કેમ્પ દરમિયાન આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ માતૃવંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના, જનધન યોજના, મુદ્રા યોજના તથા પીએમ વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય યોજનાઓ, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત અભિયાન, સિકલ સેલ નાબૂદી અભિયાન તથા પોષણલક્ષી સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના સંકલનથી યોજાયેલા આ કેમ્પને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
જનજાતિય ગરિમા ઉત્સવની આ ઉજવણીમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.