Jai Hind

ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરી ભાજપ સરકારે ખેડૂત હિતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી : ભુપતભાઈ બોદર

મોદી સરકારની ખેડૂતોને મેગા ગિફ્ટ : ખરીફ પાકોના ટેકાના ભાવમાં ઐતિહાસિક વધારો

કપાસ, તલ, તુવેર અને મગફળી સહિતના પાકોમાં નોંધપાત્ર ભાવ વધારો

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (ખજઙ) સમયસર જાહેર કરવામાં આવતા દેશભરના ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરે તે પહેલાં જ પાકોના ટેકાના ભાવ જાહેર કરવાના આ ઐતિહાસિક અને ખેડૂતલક્ષી નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદરે આવકારી કેન્દ્ર સરકાર તથા રાજ્યની ભાજપ સરકારને અભિનંદન પાઠવ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત ખેડૂતોની આવક વધે, ખેતી વધુ નફાકારક બને અને ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. ખેડૂતોને વાવેતર પહેલાં જ પાકના ટેકાના ભાવની સ્પષ્ટતા મળતા હવે તેઓ યોગ્ય આયોજન સાથે પાકની પસંદગી અને વાવેતર કરી શકશે.
વધુમાં તેઓએ જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે સીધી સહાય જમા કરવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને સરળતાથી પાક લોન મળી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે સુરક્ષા આપી રહી છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા દર ખેડૂતને પાણીના સંકલ્પ સાથે સિંચાઈ સુવિધાઓ મજબૂત બની રહી છે. નેચરલ ફાર્મિંગ, ડ્રિપ અને સ્પ્રિંકલર સહાય યોજના, ખાતર સહાય, ખેડૂત ઉત્પાદન સંગઠન (ઋઙઘ) જેવી અનેક યોજનાઓ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ ધપાવી રહી છે.
તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના, જળ સંચય અભિયાન, ખેડૂત સહાય પેકેજ, વીજ સહાય, ખેડૂત માર્ગદર્શન કેમ્પ તેમજ કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સીધો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી લેવામાં આવેલા આ નિર્ણય બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રાજ્યના ખેડૂતો વતી હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરતા અંતમાં ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું.