Jai Hind

તાલાલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપને સતા અપાવી પ્રજાદોર કર્યો છે: આપ

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનો આક્ષેપ
આપના સભ્યો પ્રજાને વફાદાર રહ્યા : રામ

તાલાલા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન લાવવામાં કોંગ્રેસ નિમિત્ત બની હોય તાલાલા પંથકની પ્રજાના મેન્ડેટ નો ઉલાળીયો કરનાર કોંગ્રેસ નો આમ આદમી પાર્ટીએ સખ્ત શબ્દોમાં ભારે વિરોધ વ્યક્ત કર્યો…
તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 18 બેઠક પૈકી ભાજપ નવ,આમ આદમી પાર્ટી સાત,કોંગ્રેસ નાં બે સભ્યો ચુંટાયા હોય કોઈપણ પક્ષને બહુમતી નથી.તાલુકા પંચાયતના પદાધિકારી ની વરણી માટે યોજાયેલ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થતાં ભાજપનું શાસન આવ્યું…
31 વર્ષ પછી ભાજપનું શાસન લાવવામાં કોંગ્રેસ નિમિત્ત બની હોવાનો આક્ષેપ કરતા આમ આદમી પાર્ટીના પ્રવિણભાઈ રામે જણાવ્યું હતું…
કોંગ્રેસના બે સભ્યો પૈકી એક સભ્ય ઉપપ્રમુખ,એક સભ્ય કારોબારી ચેરમેન બનાવવાની વાત કરી પદાધીકારીની ચુંટણીમાં તાલાલા પંથકના મતદારો મેન્ડેટ પ્રમાણે વિરોધ પક્ષનો સંયુક્ત ઉમેદવાર મુકવાની કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ સાથે ચર્ચા થઈ હતી છતાં પણ કોંગ્રેસે અલગ ઉમેદવાર મુકી ભાજપની જીત સરળ બનાવતા ત્રણ દાયકા બાદ કોંગ્રેસના આશિર્વાદ થી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે… કોંગ્રેસે પ્રજા અને ખેડૂતોનો દ્રોહ કર્યો છે.તાલાલા પંથકના મતદારો કોંગ્રેસને કદી માફ કરશે નહીં.
તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ આમ આદમી પાર્ટીના સાત સભ્યોને તોડવા ભાજપે લોભ,લાલચ આપી છતાં પણ તમામ સભ્યો મતદારોના ચુકાદા પ્રમાણે પ્રજાને વફાદાર રહેતા તમામ સભ્યોની પ્રમાણિકતા બિરદાવી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેસી ગ્રામ્ય અને ખેડૂતોની સમસ્યા તથા પ્રાણ પ્રશ્નો ઉજાગર કરશે તેમ પ્રવિણભાઈ રામે અંતમાં ઉમેર્યું છે.