Jai Hind

કોળી શક્તિ યુવક મંડળ દ્વારા અમરેલીમાં કોળી સમાજના 44માં સમુહલગ્ન યોજાયા


14 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા

અમરેલી ખાતે કોળી શકિત યુવક મંડળ અમરેલી દ્વારા 44 મા સમસ્ત કોળી સમાજના તા. 10-5-2026 ના રોજ 14 દંપતીઓએ પ્રભુતામાં પગલા માડયા હતા.આ સમુહલગ્ન સમારંભના પ્રમુખ માંગરોળ વિસ્તારના માજી ધારાસભ્ય બાબુભાઈ કે. વાજા રહયા હતા. ઉદ્ઘાટન અને આર્શીવચન સચિવ સેક્રેટરી ઉદયગીરીબાપુ, મહંત હાર્દિકગીરીબાપુ નાગદેવતા અમરેલી મહંત લલીતબાપુ બાળહનુમાન મંદિર પ્રમુખ જિ. રજપુત સમાજ પ્રતાપસિંહ રાઠોડ બગસરા ગોવિંદભાઈ રાઠોડ આર્શીવચન આપેલ સમારંભના મુખ્ય મહેમાન હાર્દિકભાઈ સોલંકી અમરેલી, આરતીબેન ગોહીલ, અમરેલી, અશોકભાઈ ચૌહાણ, ચલાલા જેઠાભાઈ સોલંકી દામનગર કલ્પેશભાઈ બાવરીયા-રાજકોટ જીતુભાઈ માંડવીયા રાફડા, અરવિંદભાઈ ડોળાશીયા, નવીનભાઈ ચૌહાણ અમદાવાદ ડો. ઋત્વિકભાઈ પરમાર સિવિલ અમરેલી ચંદુભાઈ કાતરીયા અમરેલી હાજર રહી આર્શીવાદ આપેલ હતા.આ સમુહ લગ્નના મુખ્ય દાતા હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા બાબુભાઈ વાજા માજી ધારાસભ્ય માંગરોળ નારાણભાઈ બી. મકવાણા, કાનજીભાઈ ટપુભાઈ ડોળીયા ઘોબા વિમળાબેન રમેશભાઈ મેર ડાકી સાહેબ પોરબંદર રહયા હતા.લગ્ન સમારંભને સફળ બનાવવા મંડળ પ્રમુખ રમેશભાઈ ગોહીલ પરશોતમભાઈ એન. મકવાણા ભીખુભાઈ પી. મકવાણા, રમેશભાઈ આર. ડાભી, ભાવેશભાઈ જી. વાઘેલા, શંભુભાઈ ટી. માલકીયા, લાલજીભાઈ જે. પરમાર, જગદીશભાઈ ચાવડા, રતનબેન આર. બલદાણીયા, કિશોરભાઈ એમ. ગોહીલ જહેમત ઉઠાવેલ હતી.