બ્રહ્મ આગેવાને વતનનું ઋણ ચુકવ્યું
ભાણવડ તાલુકાના ભાગવાન શનિદેવ મહારાજના જન્મ સ્થળ એવા હાથલા ગામે દાતાના સંપૂર્ણ આર્થીક સહયોગ વડે રૂા. પાંચ લાખથી વધુ રકમના ખર્ચે બેનમુન પ્રવેશ દ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દાતા સહિત સરપંચ તેમજ ગ્રામજનો હાજર હતાં. હાથલા ગામે શનિદેવ મહારાજનું મંદિર ખુબ જ પ્રચલીત છે. અને મંદિરનું ભાવીકોમાં ખુબ જ મહત્વ છે. ઠેર ઠેરથી ભાવિકો શનિદેવ મહારાજને શીષ નમાવવા માટે બારે માસ આવતા હોય છે. ત્યારે હાથલા ગામની શાનમાં વધારો થાય એ માટે ગામમાં પ્રવેશદ્વારની જરૂરિયાત હતી. આ માટે હાથલા ગામના વતની એવા બ્રહ્મણ જ્ઞાતિના કાન્તિલાલ ગોવિંદજી મોઢાએ વતનનું ઋણ ચુકવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપતા પ્રવેશદ્વાર તૈયાર કરાયો છે. અને તેનું લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ તકે દાતા કાન્તીલા ગોવિંદજી મોઢા, તેમજ સરપંચ ગિરીરાજસિંહ જેઠવા સહિત ગ્રામજનો હાજર હતાં અને દાતાની સેવાભાવનાને બીરદાવી હતી.