ગીર જંગલના જસાધાર રેન્જમાં વન્યજીવો માટે જીવાદોરી સમાન 46 પાણીના પોઈન્ટ
DCF વિકાસ યાદવના નેતૃત્વમાં વન વિભાગનું સતત મોનીટરીંગ, નેસના માલધારીઓની તરસ પણ છીપાઈ
જસાધાર ગીર જંગલમાં અંગ દઝાડતા ધોમધખતા ઉનાળામાં ગીરના આબાદ જંગલમાં વસતા અબોલ વન્યજીવોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો ન પડે તે માટે ધારી પૂર્વ વન વિભાગે અભૂતપૂર્વ અનેપ્રશંસનીય વ્યવસ્થા ગોઠવી છે.DCF વિકાસ યાદવ અને તેમની કર્મનિષ્ઠ ટીમના અથાક પ્રયાસોના પરિણામે જસાધાર રેન્જના ગાઢ જંગલોમાં 46 જેટલા પાણીના પોઈન્ટ ધમધમતા થયા છે, જે વન્યજીવો માટે જીવાદોરીસમાન પુરવાર થઈ રહ્યા છે.
વન વિભાગ દ્વારા સમગ્ર ધારી પૂર્વ વન વિસ્તારમાં 250થી વધુ કૃત્રિમ જળકુંડો અર્થાત વોટર પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પાણીના પોઈન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પર્યાવરણને અનુકૂળ સૌર ઉર્જા અને પવનચક્કી દ્વારા સંચાલિત છે.જંગલના દુર્ગમ વિસ્તારોમાં વીજળીની સુવિધા ન હોવા છતાં, સૂર્ય ના તાપ અને પવનની ગતિનો ઉપયોગ કરીને ભૂગર્ભ જળને ઉપર ખેંચીને કુંડ ભરવામાં આવે છે. પરિણામે સિંહ, દીપડા, ચિત્તળ, સાબર, નીલગાયથી લઈને નાના-મોટા પક્ષીઓ સુધીના તમામ જીવોને ચોવીસે કલાક શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ બની રહ્યું છે.
આ કૃત્રિમ જળકુંડો માત્ર બનાવીને ભૂલી જવામાં આવ્યા નથી. વન વિભાગના અધિકારીઓ અને બીટ ગાર્ડથી માંડી વનકર્મીઓ સુધીની સમગ્ર ટીમ દ્વારા આ પોઈન્ટનું અત્યંત ઝીણવટભર્યું અને સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ગીર ગઢડા તાલુકા હેઠળ આવતી જસાધાર રેન્જના સ્થાનિક છઋઘ દ્વારા રોજેરોજ પાણીના સ્તરની ચકાસણી, મોટર-પંપની સ્થિતિ અને આસપાસની સ્વચ્છતાની તપાસ કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે ઉઈઋ વિકાસ યાદવ પોતે પણ સમયાંતરે જંગલની રૂબરૂ મુલાકાત લઈને એકેએક વોટર પોઈન્ટની કાર્યક્ષમતા ચકાસે છે અને જરૂર જણાય ત્યાં ત્વરિત સુધારા માટે સૂચના આપે છે.
એક સમય હતો જ્યારે ગીરના નેસ વિસ્તારોમાં વસવાટ કરતા પશુપાલક માલધારી પરિવારો ઉનાળામાં પાણીની વિકટ સમસ્યાથી પીડાતા હતા. તેમના ઢોર ઢાંખર માટે પાણી મેળવવું સૌથી મોટો પડકાર હતો. આ ગંભીર બાબત ધ્યાને આવતા ઉઈઋ વિકાસ યાદવે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો. તેમણે નેસ વિસ્તારો ની જાતે મુલાકાત લઈને માલધારીઓ સાથે બેસીને તેમની સમસ્યાઓ સાંભળી. માલધારીઓનીસૌથીમોટી અને પાયાની જરૂરિયાત એટલે કે પાણીની સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવ્યું. વન વિભાગ ના આ માનવીય અભિગમના પરિણામે આજે નેસ વિસ્તારમાં પણ પાણીની કિલ્લત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે, અને માલધારીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
માનવ અને વન્યજીવ વચ્ચે સેતુ વન વિભાગની આ દૂરંદેશી વ્યવસ્થા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વન્યપ્રાણીઓને પાણીની શોધમાં જંગલ બહાર માનવ વસાહતો તરફ આવવું પડતું નથી. જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ ના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે જ નેસના માલધારીઓને પાયાની સુવિધામળતાતેમનોવનવિભાગ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.ગીરના અબોલ જીવો માટે જળ એ જ જીવન મંત્રને સાર્થક કરતી ધારી પૂર્વ વન વિભાગની આ કામગીરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની રહી છે.