કારચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો
ત્રણ મિત્રો દીવથી રાજકોટ પરત આવતા હતા ત્યારે કારચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા એક યુવકનું મોત થયું હતું.
ઉપલેટામાં જીરાપા પ્લોટ, ગરબી શેરીમાં રહેતા હાર્દીકભાઈ શાંતીલાલ કપુપરા તથા રાજકોટમાં રહેતા પ્રકાશભાઇ મોહનભાઇ કંટારીયા તથા જયદીપભાઇ પ્રહલાદભાઇ રાવત જે ત્રણેય મિત્રો ગત તા. 23 ના રાત્રીના આશરે દોઢેક વાગ્યે ત્રણેય મિત્રો દીવ ફરવા માટે ગયેલ હતા અને બાદમાં ગત તા. 24 ના રોજ બપોરના આશરે બે વાગ્યે દીવથી પરત ઘરે રાજકોટ જવા રવાના થયેલ હતા. આશરે સાડા ચારેક વાગ્યાના અરસામા ધારી તાલુકાના મોટી ધારગણી ગામથી આગળ વાવડી ગામ પાસે પહોચતા કાર ચાલક પ્રકાશભાઈ ફોરવ્હીલર પુરઝડપે ચલાવતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફોરવ્હીલર ૠઉં-03-કછ-5765 રોડની જમણી બાજુમા ફંગોળાઇ અને પલટી મારી જતા જયદીપભાઈ કમરના ભાગેથી ફોરવ્હીલર નીચે દબાયેલા હતા એવામા આસપાસ નીકળતા વાહનો ઉભા રહેલા અને આ ફોર વ્હીલર ગાડી ઉંચી કરી જયદીપભાઇને બહાર કાઢેલ હતા અને 108 એમ્બ્યુલન્સમાં જયદીપભાઇને ચલાલા સીવિલ હોસ્પિટલમાં લાવેલ જ્યાં ફરજ પરના તબીબે જયદીપભાઈને મૃત જાહેર કરેલ હતા.
યુવકનો અગમ્ય કારણે આપઘાત
ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આંબરડી રોડ ઉપર આવેલ મંગળેશ્વરની બાજુમાં ગૌચરમાં રહેતા મુળજીભાઇ સોમાભાઇ વાઘેલા નામના 30 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગત તા.24 ના રોજ 5 વાગ્યે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.