સતાધારના મહંત સહિતના સંતોએ આર્શિવચન પાઠવ્યા
જુનાગઢ તાલુકા પંચાયતની પ્લાસ્વા બેઠક ઉપરથી ભાજપ માંથી ચુંટાયેલા અનેક સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વિજાપુર ના સેવાભાવી આગેવાન દિવ્યેશભાઈ મારૂ ના ધર્મપત્ની અંજનાબેન મારૂ ની જુનાગઢ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ જેવા મહત્વના હોદ્દા ઉપર નિમણૂક થતા સૌરાષ્ટ્ર કડિયા સમાજમાં આનંદની લાગણી છવાઇ જવા પામેલ છે તેમને સતાધાર ના વંદનીય મહંત પૂ વિજયબાપુ એ આર્શીવાદ આપ્યા છે જ્યારે જુનાગઢ કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ ઈગલ એસ્ટેટ વાળા પ્રકાશભાઈ ચૌહાણ બોર્ડીગ ના પ્રમુખ જે કે ચાવડા જુનાગઢ મેયર નાં પી એ ચેતનભાઇ ટાંક ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન ટાંક ગોંડલ સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ ટાંક જેતપુર ના કિશોરભાઈ મારૂ ધોરાજી ના રાજુભાઈ યાદવ ઉપલેટા ના પી પી ટાંક પત્રકાર જગદીશભાઈ રાઠોડ ધર્મેશભાઈ મકવાણા કલાણા ના ભીખુભાઈ ટાંક તથા દીલીપભાઈ ટાંક ભાયાવદરના પ્રવીણભાઈ ટાંક સહિતના કડીયા સમાજનાં હોદ્દેદારો આગેવાનો એ અંજનાબેન મારૂને આવકારી અભિનંદન પાઠવેલ છે.