Jai Hind

રાજુલા નગરપાલિકાના પ્રમુખ સહિત ટીમનું સાહસ : પાણીમાં ઉતરી પાઈપલાઈન નાખી

જોખમ વહોરી પાણીનો પુરવઠો ચાલુ કરાયો

ભર ઉનાળે નદીમાં પાઇપ તૂટી જતા આખો વ્યક્તિ ડૂબી જાય તેટલા ઊંડા પાણીમાં ખુદ નગરપાલિકાના સભ્યો પાણીમાં ઉતરી પાણીની પાઇપલાઇન નાખી શહેરનો પાણી પુરવઠો ફરી શરૂ કરાવ્યો હતો.રાજુલાની ઘાનો નદીમાં ડેમમાંથી આવતી મુખ્ય પાણીની પાઇપલાઇન અચાનક તૂટી જતાં શહેરના પાણી પુરવઠા પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પાલિકા પ્રમુખ મયુરભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ સદસ્ય રાજુભાઈ જાની સહિતનો સ્ટાફ જીવના જોખમે ઊંડા પાણીમાં ઉતર્યો હતો.ટીમ દ્વારા ભારે મહેનત બાદ તાત્કાલિક નવી પાઇપલાઇન નાખી પાણી પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. ભર ઉનાળામાં લોકો સુધી પાણી પહોંચે તે માટે નગરપાલિકાની ટીમે કરેલી કામગીરીને લઈને શહેરમાં પ્રશંસા થઈ રહી છે.આ અંગે પાલિકા પ્રમુખ મયુરભાઈ દવે એ જણાવ્યું હતું કે, લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ઉનાળામાં લોકોને નિયમિત પાણી મળી રહે તે અમારી પ્રથમ જવાબદારી છે. નૈતિક ફરજના ભાગરૂપે જીવના જોખમે પણ આ કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.