ઓછા રોકાણની લાલચ આપી રૂપિયા ખંખેર્યા
અભણ અને અજ્ઞાન, કે વૃધ્ધ લોકો સાયબર ફ્રોડ નો ભોગ બને ત્યારે સામાન્ય જનમાનસ તેમના પ્રત્યે લાગણી સભર ગણી શકાય પરંતુ ભદ્ર સમાજ માં ભણેલા ગણેલા અને સરકારી નોકરી ના પ્રભુત્વવાળા સ્થાને બેસી અને સાયબર ફ્રોડ નો શિકાર બને ત્યારે કુતુહલ સાથે રમુજ ફેલાઈ તેવો કિસ્સો બાબરા સરકારી દવાખાના માં તબીબ તરીકે છેલ્લા છ વર્ષ થી કામ કરનારા સાથે બનતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે
મળતી ટૂંક હકીકત મુજબ ડો.મોહીતભાઇ કીશોરભાઇ ચૌહાણ રહે.બાબરા ના ટેલીગ્રામ મેસેજ એકાઉન્ટ માં (1) NIHARIKA (2) DEEPAK ( CUSTOMERSERVICE MANEGER) (3) Kabir (operations manager) (4) (Gautam) senioradministrator (5) Manav Withdrawal Managementવખતો વખત મેસેજ મારફત ઓછા રોકાણ માં વધુ પ્રોફિટ મેળવવા ની લાલચ આપી પ્રથમ સામાન્ય પ્રોફિટ આપી અને જુદી જુદી સાત જેટલી નામી બેંકો ના એકાઉન્ટ માં રકમ જમા કરાવડાવી બાદ તમે સુચના મુજબ કાર્ય નહિ કર્યા થી પ્રોફિટ લોસ થયા નું જણાવી મુળ રકમ રૂપિયા 4,05000 ચાર લાખ પાંચ હજાર ની સાયબર ફ્રોડ છેતરપીંડી થવા સબબ સાત બેંક એકાઉન્ટરો સામે ફરિયાદ આપતા તપાસ આગળ વધી છે .