પરસોતમ માસની પૂનમ નિમિત્તે તળેટી ખાતે શ્રી હરી માધવ છાશ કેન્દ્ર અને શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલા ના સહયોગ થી 5000 જેટલા માઈ ભક્તો ને મસાલા દાર ઠંડી છાસ વિના મૂલ્યે પીવડાવી સાથે સાથે અંગ દાન મહાદાન ની ઝુંબેશ ચલાવી હતી. ચામુંડા માતાજીના અપાર શ્રદ્ધા રાખતા માઈ ભક્તો જ્યારે ઉનાળુ વેકેશન રવિવાર અને પૂનમ એમ ત્રિવેણી સંગમ ભેગો થયો ત્યારે ચોટીલા ના સેવા ભાવી લોકો દ્વારા ભક્તો ને અહ્ય ગરમીમાં રાહત આપવાનાં હેતુથી વિના મૂલ્યે છાસ પીવડાવી ઠંડકની આહલેક આપવામાં આવી હતી. ચોટીલામાં છેલ્લા 45 વર્ષથી વિના મૂલ્યે ચાલતા છાસ વિતરણ કેન્દ્રનાં સેવકો દ્વારા આશરે 5000 જેટલા માઈ ભક્તોને છાસ દ્વારા તૃપ્તિ આપવામાં આવેલ તેમજ અંગ દાન મહા દાન ચેરી ટેબલ ટ્રસ્ટની પ્રેરણા અને સહયોગ થકી અંગ દાન મહાદાન ના પેપ્લેટ આપી અંગ દાન કે બ્રેન ડેડ વ્યક્તિ પોતાના 13 જેટલા અંગો જેવાકે હદય ફેફસાં કિડની લીવર આંતરડા ચામડી આંખો પિત્તાશય વગેરે જેવા અંગો જીવિત વ્યક્તિ ને દાન કરી શકે તો તેમની નવી જિંદગી મળે છે તેવી સવિસ્તાર માહિતી આપી હતી.