ગુજરાતની ગીરની ધરોહર એવા એશિયાઈ સિંહોના આરોગ્યને લઈને ચિંતા વધી છે. પર્યાવરણવિદો તખુભાઈ સાંડસુર – ભાવનગર, બીપીનભાઈ જોશી અને શ્રી મંગળુભાઈ ખુમાણ – અમરેલીએ રાજ્ય સરકાર અને વન વિભાગ પાસે સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ પારદર્શક અહેવાલ તાત્કાલિક જાહેર કરવાની કડક માંગ કરી છે.
વન મંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ મુલાકાત લીધી હતી અને કડક સૂચનાઓ આપી હતી તેનો પણ કડક અમલ થાય તેવી અમારી માંગણી છે પર્યાવરણવિદોએ જણાવ્યું કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ – ઈઉટ અને બેબેસિયા નામના રોગનો ખતરો હાલ એશિયાઈ સિંહો પર તોળાઈ રહ્યો છે. છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 891 સિંહો છે, પરંતુ આ પૈકી કેટલા સિંહો સંક્રમિત થયા છે, કેટલાના મૃત્યુ થયા છે અને કેટલા સંપૂર્ણ સ્વસ્થ છે તે અંગેની ચોક્કસ માહિતી જાહેર ન થતા લોકોમાં સંદેહ પ્રવર્તી રહ્યો છે.
તેમણે કહ્યું કે બેબેસિયા રોગ શ્વાન કુળ અને બિલાડી કુળના પ્રાણીઓ માટે ઘાતક સાબિત થયો છે. 2026માં થાઈલેન્ડમાં સમાન પ્રકારના વાયરસથી 72 વાઘના મોત થયાના અને આફ્રિકાના વન વિસ્તારોમાં પણ આવા કિસ્સા નોંધાયાના ઉદાહરણો આપી પર્યાવરણવિદોએ સતર્ક રહેવાની જરૂર પર ભાર મુક્યો.
દર મહિને થતા સિંહ અવલોકનની ગણતરી હમણાં જ પૂર્ણ થઈ છે. આ ગણતરીમાં રોગથી પ્રભાવિત સિંહોની સંખ્યા, મૃત્યુઆંક અને સ્વસ્થ સિંહોની સંખ્યા સહિતનો વિગતવાર અહેવાલ ગુજરાતના વન વિભાગે જાહેર કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. પારદર્શિતાથી જ લોકવિશ્વાસ ટકે અને સંરક્ષણના પ્રયાસો વધુ અસરકારક બને. પર્યાવરણવિદોએ વનતંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આપણી ધરોહર સમાન એશિયાઈ સિંહોને બચાવવા માટે માત્ર પગલાં લેવા પૂરતા નથી, તેની વિગતવાર માહિતી જાહેર જનતા સમક્ષ મૂકવી પણ એટલી જરૂરી છે. જો સમયસર ડેટા જાહેર ન થાય તો ભવિષ્યમાં વધુ નુકસાન થવાનો ભય રહે છે. વૈદિક પ્રશ્ન પર્યાવરણ પ્રેમી અને સિંહ સુરક્ષિત રહે તે માટે તખુભાઈ સાડસુર પ્રશ્ન કર્યો હતો.