ન્યાય મેળવવા પરિવારજનોની માંગણી; પોલીસ તપાસ તેજ
માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને દલિત સમાજ ના આગેવાન ભરતભાઈ સોંદરવા નું ગઈ તારીખ 7.3. 2026 ના રોજ તાલાળા તાલુકાના રમ રે ચી ગામેથી લાશ મળી હતી
આ બાબતે ભરત સોંદરવા ના મોટા ભાઈ વિનુ ભાઈ. અને કુટુંબીજનોના સભ્યોએ તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી આ કેસમાં
ત્રણ ત્રણ માસ પછી પણ કોઈ ઉકેલ ન આવતા ભરતભાઈ ના ભાઈ. વિનુભાઈ અને પરિવારજનો એ આજ થી 15 દિવસ પહેલા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી જણાવ્યું હતું કે 15 દિવસ માં. તારીખ 31. 5. 2026
સુધીમાં ભરતભાઈ ના હત્યારા ઓ ને પકડવામાં નહીં આવે તો અમો અમારા ભાઈ ભરતભાઈ ની ડેડબોડીને સમાધિમાંથી બહાર કાઢીને જામનગર ખાતે. ઝીણવટ ભરી તપાસ કરવા માટે મોકલવાની ફરજ પડશે જેના અનુસંધાને તારીખ 3 1 5. 2026 ના રોજ રાત્રી થી જ જુથળ ગામમાં માંગરોળના ડી વાય એસ પી કોડીયાતર સહિત પોલીસ પાર્ટીના ધાળા ઉતરી પડ્યા હતા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ જુથળ ગામ પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હતું બીજી તરફ દલિત સમાજના ભાઈઓ બહેનો પણ લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા
ડી વાય એસ પી કોડીયા તરે દલિત સમાજને સમજાવી જણાવ્યું છે કે ભરત ભાઈ સોંદરવા ના બનાવની તપાસ જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પેશિયલ એસ આઈ પી ની રચના કરવા માં આવી છે
આ એસ આઈ પી ની રચના માં માંગરોળના ડી વાય એસ પી કોડીયાતર ગીર સોમનાથના પી એસ આઇ એન એ વાઘેલા વિસાવદરના પીએસઆઇ બી એચ વાળા ની નિમણૂક કરવામાં આવી છે જે બાદ જુથળમાં દલિત સમાજનો મામલો શાંત પડ્યો હતો.