Jai Hind

ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગોકળગાયની ગતિએ: રજૂઆત

ધારાસભ્ય પુંજાભાઈ વંશે 15 દિવસમાં ખરીદી પૂર્ણ કરવા કરી માંગ

ગીર-સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાનીગંભીરફરિયાદ સાથે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી 15 દિવસમાં ખરીદી પૂર્ણ કરવા માંગ કરી છે. ચોમાસું નજીક આવતા ઘઉં બગડી જવાના ભયથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પુંજાભાઈ વંશે તા. 1-મે-ના રોજ કૃષિ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની જાહેરાત કર્યા બાદ ગીર-સોમનાથ જિલ્લા માં અંદાજે 7,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. એકલા ઉના તાલુકામાં જ 1,200જેટલાખેડૂતો એ નોંધણી કરાવી છે.
પુરવઠા નિગમ દ્વારા તા. 11-4-2026થી ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધીમાં માત્ર 470 ખેડૂતોનું જ ઘઉં ખરીદાયું છે. એટલે પ્રતિદિન માત્ર 9.5 ખેડૂતોના ઘઉંની ખરીદી થઈ રહી છે.પત્રમાં આકરા શબ્દોમાં જણાવાયું છે કે, જો આ જ ગતિએ ખરીદી ચાલુ રાખવામાં આવે તો બાકીના 60% ખેડૂતોનું ઘઉં ખરીદવામાં ખૂબ લાંબો સમય લાગશે.હાલ ખેડૂતોનુંઘઉં બગડી રહ્યું છે અને ચોમાસું નજીક હોવાથી સમગ ્રજિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થવાનીભીતિછે.પૂર્વ ધારાસભ્ય વંશે માંગ કરી છે કે,આ બાબતે ઉચ્ચ કક્ષાએથી જરૂરી તપાસ કરાવી, જિલ્લાના તમામ ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી દિન-15માં પૂર્ણ થાય તે માટે સંબંધિતને જરૂરી સૂચના સત્વરે આપવા માંગણી ઉના પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં જગ્યા નથી, બારદાનની અછત અને સ્ટાફની કમીના કારણે ખરીદી ધીમી છે. વરસાદ પહેલા ઘઉં ન વેચાય તો ભારે નુકસાની વેઠવી પડશે.હવે જોવાનું એ રહેશે કે કૃષિ વિભાગ આ રજૂઆત બાદ ખરીદી પ્રક્રિયામાં કેટલી ઝડપ લાવે છે.