વિમલભઈ ચુડાસમાની પસંદગીથી સમર્થકોમાં ખુશી છવાઈ
ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ રચવામાં આવતી મહત્વની અને પ્રતિષ્ઠિત સમિતિઓ પૈકીની અંદાજ સમિતિમાં સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ નિમણૂક બદલ સમગ્ર સોમનાથ પંથક અને તેમના સમર્થકોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
આ સમિતિની મુખ્ય ભૂમિકા અને મહત્વ માં નાણાકીય દેખરેખ સરકારી વિભાગોના ખર્ચ અને અંદાજોની ઝીણવટભરી તપાસ કરવી, વહીવટી સુધારણા: સરકારી તંત્રમાં કરકસર અને વહીવટી કાર્યક્ષમતા લાવવા સૂચનો કરવા, નીતિગત સમીક્ષા: સરકારી નીતિઓ પાછળ થતા ખર્ચ નું યોગ્ય મૂલ્યાંકન કરવું સહિતની કામગીરી હોય છે. સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા લોકોના પ્રશ્નોને વાચા આપવા વિધાનસભામાં અવાજ ઉઠાવતા રહ્યા છે. આ મહત્વની નાણાકીય સમિતિ માં સ્થાન મળવાથી તેઓ રાજ્ય સ્તરે વહીવટી અને આર્થિક નીતિઓના ઘડતર માં મહત્વની ભૂમિકા ભજવશે અને આ નિમણૂકથી સોમનાથ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેમ એક યાદીમાં જણાવેલ છે.