Jai Hind

ખેતરમાંથી વીજ વાયર ચોરનાર શખ્સને લીલિયા પોલીસે ઝડપ્યો

રૂા.13620નો મુદામાલ જપ્ત

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક, સંજય ખરાતએ જીલ્લામાં બનતા ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા સુચના આપેલ હોય લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.સાળુંકે દ્રારા લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમ વાડી-ખેતરમાં થયેલ કેબલ ચોરી બાબતે બીટ ઇન્ચાર્જ તથા સ્વેલન્સ ટીમને ગુન્હો ડીટેકટ કરવા માટે બાતમી મેળવી આ હકીકત આધારે ચોરી કરનાર ઇસમને ગણતરીના દિવસોમાં ટેકનીકલ સોર્સની મદદથી પકડી પાડી લીલીયા પોલીરા સ્ટેશનના કોપર વાયર ચોરીના ગુન્હો ડીટેકટ કરી ભેદ ઉકેલવામાં આવેલ છે.
લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખારા ગામથી સનાળીયા ગામ તથા લીલીયા ગામ જતા રોડ ઉપર આવેલ અલગ-અલગ વાડી ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરેલ આરોપી બેચરભાઈ ઉર્ફે ભોડીયો સારાભાઈ પરમાર (રહે.કુતાણા તા.લીલીયા) ને રૂપિયા 13620 ના મુદ્દા માલ સાથે લીલીયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.