Jai Hind

સાસણ સ્ટેટ હાઈવેને જોડતા માર્ગનુ બાળ મરણની ભિતી

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામથી
બાંધકામ વિભાગના અધિકારીના સુપર વિઝન હેઠળ નવ નિર્મીત માર્ગની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં ચાર કિ.મી માર્ગમાં તિરાડો પડવા લાગી

તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામથી સાસણ સ્ટેટ હાઇવે ને જોડતો નવનિર્મિત બની રહેલ માર્ગની કામગીરી ચાલુ છે ત્યાં જ માર્ગ ઉપર તિરાડો પડવા લાગતા ચાર ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો ચિંતામય થઈ ગયા છે…ચિત્રાવડ ગીર ગામના જાગૃત યુવા અગ્રણી રાજ પડાણીયાએ બાળ મરણ થઈ જવાની ભિતી સાથે નવનિર્મિત માર્ગના ફોટા સાથે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના રાજ્યના મુખ્ય સચિવ તથા મુખ્ય ઇજનેરને ફરિયાદ કરી તુરંત તપાસની માંગણી કરતા ભારે ચકચાર ફેલાયેલ છે. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના રાજ્યના મુખ્ય અધિકારીઓને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર,સાંગોદ્રા ગીર,હિરણવેલ ગીર અને ગીદડિયા નેસ માં વસવાટ કરતી દશ હજાર ગ્રામીણ માનવ વસ્તી માટે આશીર્વાદરૂપ ચિત્રાવડ ગીર ગામથી સાસણગીર સ્ટેટ હાઇવે ને જોડતો ચાર કિ.મી માર્ગ છેલ્લા દોઢ માસથી નવનિર્મિત બની રહ્યો છે.આ માર્ગ ઉપર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં માર્ગ સી.સી થી પાકો બની રહ્યો છે…સી.સી માર્ગમાં અમુક જગ્યાએ તિરાડો પડી રહી છે.માર્ગની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં જ માર્ગ ઉપર તિરાડો પડવા લાગી હોય નવનિર્મિત માર્ગની ગુણવત્તા સામે શંકા ઊભી થઈ છે. નવનિર્મિત બની રહેલ માર્ગની કામગીરી ઉપર બાંધકામ વિભાગના અધિકારીઓ સુપરવિઝન કરી રહ્યા છે છતાં પણ નવનિર્મિત માર્ગની કામગીરી નબળી થતી હોય બાંધકામ વિભાગના અધિકારીઓની નિષ્ઠા સામે અવનવી લોક ચર્ચા થતી હોય નવનિર્મિત માર્ગની કામગીરી અંગે થર્ડ પાર્ટી દ્વારા વિના વિલંબે તપાસ કરવા પત્રમાં માંગણી કરવામાં આવી છે. ચિત્રાવડ ગીર ગામનો સ્ટેટ હાઇવે ને જોડતો માર્ગ ગીરના જંગલમાં વસવાટ કરતા ચાર ગામની ગ્રામીણ પ્રજાને જુનાગઢ કે સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં જવા માટે ટૂંકો અને સરળ માર્ગ છે.આ માર્ગનું બાળ મરણ થશે તો ચાર ગામની પ્રજા ફરી મુશ્કેલીમાં મુકાઈ જશે માટે નવનિર્મિત બની રહેલ માર્ગની તુરંત તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રના અંતમાં જાગૃત યુવા અગ્રણી રાજ પડાણીયા એ બાંધકામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગણી કરી છે.