Jai Hind

ઉનાના ઝુડવડલીમાં નાગ-નાગણીનું મિલન પ્રકૃતિના પવિત્ર આંગણે પ્રેમનું અલૌકિક દર્શન

વાડીમાં સર્પદંપતિની પ્રણયલીલા માનવે નિભાવી મૌન સાધના

પ્રકૃતિ માતાના ખોળે આજે એક અલૌકિક દ્રશ્ય પ્રગટ થયું. ઉના શહેરથી આઠ કિલોમીટર દૂર ઝુડવડલી ગામ ની સીમમાં પ્રિજેશભાઈકાંતિભાઈદોમડીયાનીહરિયાળી વાડીમાં નાગદેવ અને નાગણીના પવિત્ર મિલનની ક્ષણો સર્જાઈ. સર્પદંપતીની આ પ્રણયક્રીડાજાણેસૃષ્ટિનાઆદિ સંગીતનો સાક્ષાત્કાર હતો.
કુદરતના આંગણે દિવ્ય ઘટના વૈશાખની ગરમ બપોરે જ્યારે સૂરજદેવ તપી રહ્યા હતા, ત્યારે ધરતીપુત્ર પ્રિજેશભાઈની વાડીમાં નાગરાજ અને નાગરાણી એક બીજામાં ઓતપ્રોત થઈ પ્રણયની આરાધના કરી રહ્યા હતા. સર્પયુગલનું આ અદ્ભુત આલિંગન જાણે શિવ-શક્તિના મિલનનું પ્રતિક બની રહ્યું.
વાડી માલિક પ્રિજેશભાઈએ આ દુર્લભ, દિવ્ય ક્ષણોને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધી. પરંતુ એક ઋષિની જેમ મૌન ધારણ કરી પ્રકૃતિની આ લીલામાં કોઈ વિઘ્ન ન આવે તેની પૂર્ણ સંવેદનાથી કાળજી લીધી.
વાડીઓમાં સર્પદર્શન સામાન્ય, મિલન દુર્લભ ધરતીની ગોદમાં સર્પદેવતાનું દર્શન તો સામાન્ય ઘટના છે. ખેડૂતો ની વાડીઓ આ નાગદેવતાનું નિવાસસ્થાન છે. પરંતુ નાગ-નાગણીની પ્રણયક્રીડાનું સાક્ષાત દર્શન તો જન્મો જન્મના પુણ્યે જ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રો કહે છે કે સર્પના મિલન સમયે તેમને કોઈ ખલેલ પહોંચાડવી એ મહાપાપ છે. પ્રકૃતિના આ પવિત્ર સંકેત ને સમજીને પ્રિજેશભાઈએ દૂરથી જ દર્શન કરી ધન્યતા અનુભવી.આ અલૌકિક ઘટના આપણને સ્મરણ કરાવે છે કે આ સૃષ્ટિ માત્ર માનવની નથી પશુ-પંખી,જીવજંતુ, વૃક્ષ-વેલો સૌનો આ ધરતી પર સમાન અધિકાર છે. પ્રણય એ સૃષ્ટિનો શાશ્વત ધર્મ છે.
પ્રિજેશભાઈની સંવેદનાએ સમાજને જીવો અને જીવવા દો નો દિવ્ય સંદેશ આપ્યો છે. જે ક્ષણે સમગ્ર જગત સ્વાર્થમાં ડૂબેલું છે, તે ક્ષણે એક ખેડૂતે પ્રકૃતિના મૌન સંગીતને સાંભળ્યું અને સાચવી લીધું

પ્રકૃતિપ્રેમીઓએ આ ઘટનાને કુદરતના આંગણે રચાતું દિવ્ય નાટક છે
0:19 સેક્ધડના આ વિડિયોમાં કેદ થયેલી દરેક ક્ષણ જાણે બ્રહ્માંડના રહસ્યને ઉજાગર કરે છે.સર્પ એ ખેડૂતનો મિત્ર છે. સર્પ મિલન સમયે કે અન્ય કોઈ પણ સમયે તેને ખલેલ પહોંચાડવી નહીં. સાપ દેખાય તો વન વિભાગ અથવા સર્પમિત્રનો સંપર્ક કરવો