Jai Hind

ડુમિયાણીના શૈક્ષણિક સંકુલમાં આજે સ્વર્ગસ્થ બળવંતભાઈ મણવરની પ્રતિમાનું અનાવરણ

વ્રજભુમિ શૈક્ષણિક સંકુલમાં રાત્રે કૃષ્ણલીલા કાર્યક્રમ યોજાશે

આજે સોમવારે શૈક્ષણિક સંકુલ પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ આશ્રમ ડુમિયાણીના આઘ સ્થાપક પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી લડાયક ખેડૂત આગેવાન સ્વ. બળવંતભાઈ મણવરની પ્રતિમાનું અનાવરણ ડુમિયાણી નાં વિશાળ શૈક્ષણિક સંકુલ ખાતે સાંજે 5 વાગ્યે પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક ના વરદ હસ્તે રાખવામાં આવેલ છે
આ પ્રસંગે નાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય પાડલીયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રી રવિભાઈ માકડીયા ઉપલેટા તાલુકા પંચાયત ના પ્રમુખ રવિભાઈ વિરડા ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન દિલીપભાઈ, ટાંક રાજેન્દ્રસિંહ. શિવરાજસિંહ વાળા, યુવરાજ ઢાંક, સ્ટેટ અને ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી ઉપસ્થિત રહેશે તેમજ આ તકે સૌરાષ્ટ્રભર માથી રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક શૈક્ષણિક આગેવાનો ગામડાનાં સરપંચો આગેવાનો વિગરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે રાત્રે 9 વાગ્યે નામાંકિત કલાકારો નો કૃષ્ણ લીલાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાનાં પ્રેરણામૂર્તિ સવિતાબેન મણવર મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી ડો. સંજયભાઈ ખાનપરા ના માર્ગદર્શન નીચે વ્રજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે.