Jai Hind

વેરાવળ કોંગ્રેસ માયનોરિટી સેલના મંત્રી તરીકે નિમણુક

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને સૈયદ જમાત ના પ્રમુખ અલવી શબ્બીર સૈયદ મહંમદ (શબ્બીર બાપુ) ની પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી સેલ માં મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા તેમને આવકારવામાં આવી રહેલ છે.
એ.આઈ.સી.સી.ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી અને જી.પી.પી.સી. ના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી દ્વારા એ.આઈ.સી.સી. લઘુમતી ડીપાર્ટમેન્7 ના ચેરમેન મોહમ્મદ ઇમરાન પ્રતાપગઢીજી, ઇન્ચાર્જ ઇન્સાફ અલી આઝાદ સહીતના દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના મંત્રી તરીકે અલવી શબ્બીર હુસેન સૈયદ મહંમદ ની નિમણૂંક કરવામાં આવેલ છે.