માળીયા(મી) પોલીસે મળેલી બાતમીના આધારે કાજરડા ગામ જવાના રસ્તા પરથી સમીરભાઈ અબ્બાસભાઈ મોવર રહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક તથા મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.2,500/- તથા હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-36-એજી-3812 કિ.રૂ.20 હજાર મળી કુલ રૂ.22,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.