Jai Hind

ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત નીપજ્યું

સિંહણ ડેમમાં ડૂબી જતા ભાટીયાના યુવાનનું મોત

ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થઈ જતા ભાણવડના કંટોલીયા ગામના યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે વડાલીયા સિંહણ ગામે ડેમમાં ડૂબી જતા ભાટીયાના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામના પાટીયા પાસેથી પાસેથી જી.જે. 03 એમ.એફ. 9389 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના દેવશીભાઈ રાજશીભાઈ કંડોરીયા નામના 26 વર્ષના યુવાનનું મોટરસાયકલ કોઈ કારણોસર સ્લીપ થઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભીમશીભાઈ વીરાભાઈ કરંગીયા નામના 40 વર્ષના યુવાન ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર વડાલીયા સિંહણ ગામે આવેલા સિંહણ ડેમમાં કોઈ અગમ્ય કારણોસર ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પરબતભાઈ વીરાભાઈ કરંગીયાએ અહીંની પોલીસને કરી છે.