Jai Hind

ભાયાવદર ભાજપની ટીમે સિદસર ઉમિયા માતાજીને ધ્વજારોહણ કર્યું

નગરપાલિકાની ચુંટણીમાં જીત મળતા પ્રમુખ સહીતની ટીમે માનતા પુર્ણ કરી

નગરપાલિકાની ચુંટણીમાં અસંખ્ય લોકો એ સિદસર ઉમિયા માતાજી મંદિરે ધ્વજા રોહણની કરેલી માનતા પુર્ણ કરવા ભાયાવદર નગરપાલિકા ના હોદ્દેદારો ટીમ ભાજપના હોદ્દેદારો આગેવાનો વેપારીઓ ભાઈઓ બહેનો કાર્યકરો એ વાજતે ગાજતે ધ્વજા રોહણ કરી માનતા પૂરી કરી અઢારેય વર્ણ ના લોકો એ જોડાઈ એક પંગતે બેસી ભાવ પૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો ભાયાવદર નગરપાલિકાની ચુંટણીમાં સફળતા માટે અનેક આગેવાનો દ્વારા સિદસર ઉમિયા માતાજી મંદિર ધ્વજા રોહણ ની કરેલી માનતા પુર્ણ કરવા ભાયાવદર નગરપાલિકા ના હોદ્દેદારો આગેવાનો વેપારીઓ ભાઈઓ બહેનો કાર્યકરો સહિત અઢારેય વર્ણ ના લોકો એ જોડાઈ ભાવ પૂર્વક વાજતે ગાજતે ઉમિયા ના જયઘોષ યાથે ધ્વજા રોહણ કરી સમરસતાનું ઉદાહરણ પુરુ પાડયું હતુ આ પ્રસંગે સંગઠનના મુખ્ય આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, પ્રમુખ રેખાબેન સિણોજીયા, ઉપ પ્રમુખ સંજયભાઈ પરમાર, કારોબારી ચેરમેન અતુલભાઈ વાછાણી, બાંધકામ ચેરમેને સરજુભાઈ માકડીયા સહિત નયનભાઈ ફળદુ હાર્દિકભાઈ રાવલ ધવલભાઈ ધમસાણીયા સુરેશભાઈ પરિયા અશોકભાઈ ખાંભલા પ્રવિણભાઈ ટાંક સૈજાભાઈ ખાંભલા સહિત ગામના વેપારીઓ ચુંટાયેલા સભ્યો ટીમ ભાજપ ના હોદ્દેદારો આગેવાનો ભાઈઓ બહેનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મા ઉમા ના જયઘોષ સાથે વાજતે ગાજતે ધ્વજા રોહણ કરી માતાજી ના દર્શન કરી માનતા પૂરી કરી હતી.