Jai Hind

જેતપુરમાં મજુરને વિજ કંપનીએ રૂ.32 લાખનું બિલ ફટકાર્યું

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સામે આવેલો છબરડો

જેતપુરના ગણેશ નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા એક ભાઈ ને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર પહેલા સાદું મીટર હતું જેનું બિલ દર મહિને હજારથી દોઢ હજાર સુધી આવતું પણ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમણે પહેલું રૂપિયા 3272222 લાખનું બિલ આવતા આ સામાન્ય મજૂરને રિતસર આંચકો લાગી ગયો હતો. તેઓ જેતપુર વીજ તંત્રની ઓફિસે આ અંગે રજૂઆત કરવા ગયા હતા તો તેમને ત્યાંથી યોગ્ય પ્રત્યુતર મળેલ હતો નહીં .આમ એક સામાન્ય મજૂરને 32 લાખ રૂપિયા નું બિલ ફટકારી અને વીજતંત્ર એ તથા સ્માર્ટ મીટર લગાવ્યા ને લીધે છબરડો વાળીયો હોય તેવું દેખાય છે.