Jai Hind

ગઢડા તાલુકાના ઇતરીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

લાઠીના દામનગરમાં ત્રણ શખ્સો તીનપતીનો જુગાર રમતા પકડાયા

ગઢડા તાલુકાના ઇત્તરીયા ગામે રહેતા જગદિશભાઇ ઉર્ફે જગો ભોળાભાઇ કટારીયા સહિતના પાંચ ઇસમો ગત તા.7 ના રોજ સાંજે 5 વાગ્યે બાબરા તાલુકાના નાની કુંડળ ગામે આવેલ દિલીપભાઇ માવજીભાઇ ભાલીયાના મકાન પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ધાબાના છાયામા ખુલ્લામાં પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોય અને આ અંગે બાબરા પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડી કુલ રૂપિયા 12,680 તમામ પાંચેય ઇસમો ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં લાઠી તાલુકાના દામનગર ગામે રહેતા બટુકભાઇ પુનાભાઇ ડાભી, મનહરભાઇ પ્રેમજીભાઇ ગોહિલ તથા રાજેશભાઇ સુભાષભાઇ ગોસ્વામી નામના ઇસમો ગત તા.7 ના રોજ બપોરે 1/45થી 2/30 વાગ્યા દરમ્યાન દામનગર ગામે ભવાની ચોકમાં બટુકભાઇ પુનાભાઇ ડાભીના મકાનની પાસે, જાહેર જગ્યામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપિયા 12,830 ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.