Jai Hind

ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં વેકેશન દરમ્યાન બાળકો દ્વારા તોડફોડ

ચોરી નહીં તોફાન હતું-તાલુકા શિક્ષણાધિકારીની સ્પષ્ટતા

ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળા માં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા ઈઈઝટ કેમેરામાં બાળકો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો કેદ થતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,વેકેશનના કારણે બંધ પડેલી મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં 27 મે ના સાંજ ના 3.55 ના સમય દરમિયાન કેટલાક બાળકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.શાળા શરૂ થતાંવર્ગખંડોમાં સામગ્રી વેરવિખેર અને નુકસાન જોવા મળતાં પ્રથમ દ્રષ્ટિએ ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
જોકે, શાળા પરિસરમાં લગાવેલા ઈઈઝટ કેમેરાના ફૂટેજ ચેક કરતાં સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. ફૂટેજમાં નાની વયના બાળકો શાળાની દીવાલ કૂદીને અંદર પ્રવેશતા અને શાળાની સામગ્રીને નુકસાન પહોંચાડતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. ઈઈઝટ ફૂટેજની તપાસ બાદ જાણવા મળ્યું કે નુકસાન પહોંચાડનારા બાળકો એ જ ગ્રાઉન્ડ પર આવેલી મોટા ડેસર કુમાર શાળાના વિદ્યાર્થીઓ હતા. બાળકો સગીર વયના હોવાથી તેમનીસામેકોઈકાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને શૈક્ષણિક વર્તુળોમાં તર્કવિતર્ક વહેતા થયા છે.
આ સમગ્ર મામલે ઊના તાલુકા શિક્ષણાધિકારી હસમુખભાઈ વાઢેર નો સંપર્ક કરતાં તેઓએ ઘટનાને સમર્થન આપ્યું હતું. તાલુકા શિક્ષણાધિકારી વાઢેરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે આ ચોરીનો બનાવ નથી, પરંતુ બાળકોદ્વારાકરવામાંઆવેલી તોફાની પ્રવૃત્તિ છે. વેકેશનમાં બાળકો રમત-રમતમાં દીવાલ કૂદીને શાળામાં ઘૂસ્યા હતા અને તોડફોડ કરી હતી, જેના કારણે શાળાને નુકસાન થયું છે.તેઓએ વધુમાં ઉમેર્યું કે, નુકસાન કરનારા બાળકો પણ આ જ સંકુલમાં આવેલી કુમાર શાળાના વિદ્યાર્થીઓ છે. બાળકો સગીર હોવાથી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવા આચાર્ય દ્વારા પોલીસ મા અરજી આપતા સ્કુલ માંથી બે સીસીટીવી કેમેરા ચોરી થયા હોય પોલીસે તપાસ દરમિયાન એક સીસીટીવી કેમેરો કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે

શાળાની સુરક્ષા અને બાળ માનસનો પ્રશ્ર્ન
આ ઘટનાએ બંધ શાળાઓની સુરક્ષા અને બાળકોના વર્તન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.શિક્ષણવિદોનું માનવું છે કે વેકેશન દરમિયાન શાળા પરિસરની સુરક્ષા વધુ મજબૂત બનાવવી જોઈએ. સાથે જ બાળકોમાં જાહેર સંપત્તિ પ્રત્યે આદર અને શિસ્તનું સિંચન થાય તે માટે વાલીઓ અને શિક્ષકોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.શાળા મંદિર છે, તેનું જતન આપણી સૌની જવાબદારી છે આ ઘટના સમાજ, વાલી અને તંત્ર માટે એક લાલબત્તી સમાન છે કે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર અને જાહેર મિલકતના રક્ષણની ભાવના કેળવવી કેટલી આવશ્યક છે.