Jai Hind

ઉના મુસ્લિમ-સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ સંપન્ન

ધો.10-12ના પ્રતિભાવંત વિદ્યાર્થીઓ અને નવનિયુકત પદાધિકારીઓનું પ્રમાણપત્રથી બહુમાન

ઉના સમસ્ત મુસ્લિમ સમાજ પંચ દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરતો ચોથો તેજસ્વી તારલા સન્માન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર હઝરતશા બાબા ગ્રાઉન્ડ ખાતે અત્યંત ભવ્યતાઅનેગરિમાપૂર્ણવાતાવરણ માં સંપન્ન થયો. જ્ઞાનના ઉપાસકોને બિરદાવતા આ અલૌકિક અવસરે સમાજના ઉજ્જવળ ભવિષ્યનું દર્પણ રચાયું હતું.
પ્રતિભાને પોંખતો અનુસરે 70%થીવધુગુણમેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન સમારોહના કેન્દ્રસ્થાને ધોરણ 10 અને 12માં 70 ટકાથી વધુ ઉજ્જવળ પરિણામ મેળવનારા તેમજ કોલેજ અને ઉચ્ચ શિક્ષણની કેડી કંડારી ચૂકેલા 50થી અધિક તેજસ્વી તારલાઓ રહ્યા હતા. મુસ્લિમ સમાજ પંચ દ્વારા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્મૃતિચિહ્ન મોમેન્ટો અને પ્રશસ્તિ પ્રમાણપત્ર અર્પણ કરી તેમની શૈક્ષણિક તપસ્યાને બિરદાવવામાં આવી હતી. સિદ્ધિના શિખર સર કરનાર આ બાળ-ગોપાલોનું સન્માન કરી સમાજે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રગટ કરી હતી.
શૈક્ષણિક સિદ્ધિની સાથે લોકશાહીના મંદિરમાં સેવા અર્પવા ચૂંટાયેલા નગરપાલિકાના મુસ્લિમ સમાજના નવનિર્વાચિત કાઉન્સિલરોનું પણ પુષ્પગુચ્છ દ્વારા ભાવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમાજ અને શિક્ષણના સમન્વય નું આદૃશ્યસૌમાટેપ્રેરણાદાયી બની રહ્યું
કાર્યક્રમમાં પત્રકાર ફારૂક કાઝી એ સરકારશ્રીની શિક્ષણલક્ષી યોજનાઓ વિશેમાહિતીસભરમાર્ગદર્શન આપ્યું હતું. તેઓએ દેલવાડા ગામે કાર્યરત ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા મુસ્લિમ સમાજની દીકરી ઓ ને સંપૂર્ણ સરકારી ખર્ચે દીની અને દુન્યવી તાલીમમળતી હોવાની મહત્વપૂર્ણ જાણકારી આપી વધુમાં વધુ પ્રવેશ મેળવવા અનુરોધ કર્યો હતો.
મૂળ ઉનાના વતની અને હાલ દુબઈ સ્થિત જાવીદ ભાઈ વોરા એ પોતાની આગવી અને પ્રભાવશાળી શૈલીમાં શિક્ષણનું માહાત્મ્ય સમજાવ્યું હતું. તેઓએ બાળકની કારકિર્દી ઘડતરમાં માતા-પિતાની ભૂમિકા કેટલી અગત્યની અને નિર્ણાયક છે તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો વાગોળતાં જણાવ્યું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્કૃષ્ટ પરિણામ પાછળ સતત પરિશ્રમ, ગુરુજનોનું મનોબળ અને માતા-પિતાની આજ્ઞાનુંપાલન એ જ સાચી ચાવી છે.
આ ગરિમામય પ્રસંગે મુસ્લિમ પંચના હાજી ઈકબાલ ભાઈ ભિસ્તી, માસુમભાઈ કાશમાણી, હાજી યુસુફ ભાઈ તવક્કલ, અબાસભાઈ સુમરાણી, ઈલીયાસભાઈ નોબલ, સૈયદ હશનૈન બાપુ કાદરી, કુરેશી ભાઈ સહિત સમસ્ત મુસ્લિમ સમાજની વિવિધ જમાતોના પટેલો, વાલીગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસૂરે શિક્ષણને જ જીવનનો સર્વોચ્ચ ધ્યેય બનાવવાનો સંકલ્પ કર્યો હતો.શૈક્ષણિક ઉત્કર્ષ, કારકિર્દી માર્ગદર્શન, સમાજમાં શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત કરવી આ સમારોહે સાબિત કરી આપ્યું કે જ્યારે સમાજ શિક્ષણને વરે છે, ત્યારે તેની પ્રગતિને કોઈ રોકી શકતું નથી તેજસ્વી તારલાઓના આ સન્માન થકી એક બાળા ને શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મર્હુમ ઉસ્માન ભાઈ ભિસતી એજ્યુકેશન દ્વારા 15000 રોકડ પુરસ્કાર આપ્યું હતું ઊના મુસ્લિમ સમાજે જ્ઞા ન, સંસ્કાર અને ઉત્કર્ષનો રાજમાર્ગ કંડાર્યો છે.