Jai Hind

ધારીના જંગલ વિસ્તારમાં ચિત્તલ અને સસલાના શિકાર કરતા ચાર ઝડપાયા

આરોપીઓ પાસેથી જામગરી બંદૂક શખ્સો ધારિયા સહિતના હથીયારો જપ્ત

ગીર પૂર્વ વન વિભાગ ના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ ધારીની સૂચના મુજબ જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી અને ગુનાહિત પ્રવૃતિની કાર્યવાહી રોકવાની સૂચના મુજબ તેમજ મદદનીશ વન સંરક્ષક ગીર (પુર્વ) વન વિભાગ ધારીના માર્ગદર્શન હેઠળ આજે ધારી તાલુકાના દુધાળા ગામના રેવન્યુ વિસ્તારમાં દલાખાણીયા રેંજ ફોરેસ્ટ, રેંજ ફોરેસ્ટ ઓફિસર મોબાઈલ સ્કોડ ખાંભા તથા દલખાણીયા રેંજ સ્ટાફના ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન ચાર ઇસમો ધારી ગામે આવેલ નવી વસાહત વિસ્તારમાં રહેતા બલોચ જમાલ હુદેદાદભાઈ, આરબ સલીમ જહાંગીરભાઈ (રહે. ઉના), મકરાણી રજાકભાઈ વલીભાઇ (રહે.દુધાળા) તથા દરજાદા અમિર ફિરોજભાઈ (રહે. દુધાળા) નામના ઇસમો અનુસૂચી-2 ના વન્ય પ્રાણી ચીત્તલ જીવ-1 અને ઇન્ડિયન હેર (સસલું) જીવ-1નો શિકાર કરી ગેરકાયદેસર હથીયાર જામગરી બંધુક નંગ- 1 તથા ધારીયા નંગ-1 તથા છરી નંગ- 1 વડે ગેરકાયદેસર શિકાર કરી, તેને કાપી અને ટુકડા કરી, ચામડું અલગ કરી એક કોથળીમાં ભરી તેમના હવાલાવાળા મોટર સાયકલ નંબ.ૠઉં 11 અચ 5167 તથા ઈઝ 110-ૠઉં 14 અછ2866 તેમજ ૠઉં 01 ઈક1143 માં વાહતુક કરતા સમયે પકડાયેલ હતા.
ઝડપાયેલ ચાર ઇસમો વિરુદ્ધ દલખાણીયા રેંજનાં કરમદડી રાઉન્ડ ગુન્હા નંબર- 01/2026-27થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ 2(11), 2(12 અ), 2(20), 2(32), 2(33), 2(35), 2(36), 9, 39, 49, 50, 51, પર, 57 હેઠળ અન્વયે ગુન્હો નોંધી ચારેય ઇસમોની અટક કરેલ હતી. અને આરોપીઓ પાસેથી ગુન્હા કામમાં વપરાયેલ ત્રણ મોટરસાઇકલ, જામગરી બંધુક નંગ- 1 તથા સબંધિત સામાન તથા ધારીયા નંગ-1 તથા છરી નંગ- 1 જપ્ત કરેલ હતા. જ્યારે વન્યપ્રાણી ચીત્તલ જીવ-1 અને ઇન્ડિયન હેર ( સસલું) જીવ-1 ને પી.એમ. અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ વેકરીયાપરા ફોરેસ્ટ કોલોની ધારી ખાતે લઇ જવામાં આવેલ છે.