Jai Hind

ડેડાણ ગામનો પુલ જર્જરીત હાલતમાં: ચોમાસા પહેલા પુલની કામગીરી નહીં થાય તો સરપંચ દ્વારા આંદોલનની ચીમકી

ડેડાણ ગામનો પુલ જર્જરીત હાલતમાં છે. શ્યામ મંદિર, પટેલ પરા અને પ્લોટ વિસ્તાર જવા માટે એક જ રસ્તો છે અને તે પણ જર્જરીત હાલતમાં છે. છેલ્લા ઘણાં સમયથી આ પુલ પરથી હજારો માણસોની અવર-જવર થાય છે. તેમજ આ વિસ્તારમાં મોટો ખેતી વિભાગ આવેલો છે. આ વિભાગમાં ગૌસર આવ્યું છે. પરંતુ આ જર્જરીત પુલના કારણે લોકોને અવર-જવરમાં તેમજ ઢોર ચરાવવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. આ પુલ ઉપર મોટુ ગાબડુ પડ્યું છે, જેના કારણે જોખમ ઉભુ થાય છે. તસવીરમાં ડેડાણના સરપંચ તેમજ સભ્યના પતિ દેખાય છે. જર્જરીત પુલ બાબતે અવાર-નવાર સરકારમાં રજૂઆત કરી છે. અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી. જો ચોમાસા પહેલા આ પુલની કામગીરી નહીં થાય તો ડેડાણ ગામ બંધ રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી સરપંચે ચીમકી ઉચ્ચારી છે. (તસવીર: બહાદુરઅલી હિરાણી)