બુટલેગરને ભૂજની પાલારાની ખાસ જેલમાં મોકલાયો
ઓખાના મોજપ ગામના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી ભૂજની પાલારાની ખાસ જેલમાં ધકેલાયો છે.
ઓખા મંડળના મોજપ ગામે રહેતા અજુભા ભુટાભા માણેક નામના 27 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં દારૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત શખ્સના ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી એકત્ર કરી, આ પ્રોહિ. બુટલેગરની પાસા દરખાસ્ત અહીંના જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્ના સમક્ષ મુકવામાં આવી હતી.
જેને ધ્યાને લઈ, તેમણે હકારાત્મક અભિગમ અપનાવી, ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ પાસા દરખાસ્ત મંજૂર કરી, તેનું અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ પછી એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને રાઉન્ડ અપ કરી, પાસા વોરંટની બજવણી કર્યા બાદ આ શખ્સને કચ્છ ભુજની પાલારા ખાસ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.