Jai Hind

ભાણવડના નગરનાકામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: એક ફરાર

પોલીસે 10,250ની રોકડ મળી રૂા.20,750નો મુદ્દામાલ કબજે કર્યો

ભાણવડના નગરનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શકુનીઓને પોલીસે ઝડપી લીધા છે. જયારે એક આરોપી નાશી છુટયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ મળી રૂા.20750નો મુદામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇજી પી.નિર્લિપ્તરાયે દેવભુમી દ્વારકા જીલ્લામાં જુગાર જેવી બદી સામે કડક ઝુંબેશ ચલાવવાની જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા અને ડી.વાય.એસ.પી. મીત રૂદલાલને સુચના આપી હતી.
જે સુચના અનુસાર ભાણવડના નગરનાકા વિસ્તારમાં વકાર પાનની બાજુમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી પરથી ભાણવડ પોલીસ ત્યાં પહોંચી હતી અને જુગાર રમી રહેલા મહેમુદભાઇ ગજણ, મેઘજી દાના સાગઠીયા, અશરફ હબીબ કરથીયા રે.તમામ ભાણવડવારાને ઝડપી લીધા હતા. જયારે અતુલ પરબત સોલંકી રે.ભાણવડ નાશી છુટયો હતો.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂા.10250 તેમજ મોબાઇલ નંગ ત્રણ મળી કુલ 20750નો મુદામાલ કબજે લીધો છે. આ કાર્યવાહીમાં પીઆઇ વી.કે. કોઠીયા તેમજ સ્ટાફના કિશોરસિંહ જાડેજા, જીતુભાઇ જામ, નારણભાઇ બેલા, દિવ્યરાજસિંહ, જયપાલસિંહ સહીત રોકાયા હતા.