Jai Hind

વડિયા મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ, બે ડમ્પરો ઝડપ્યા

બે ડમ્પરો મળી કુલ 4473210/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સમગ્ર રાજ્યમાં ખનીજ માફિયાઓ અને ખનીજ ભરેલા વાહનો બે રોકટોક માતેલા સાંઢની જેમ ચાલતા જોવા મળે છે. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના નવ નિયુક્ત મામલતદાર યોગેશ બારડ દ્વારા વડિયાની મુખ્ય બજાર માથી પસાર થતા ખનીજ ભરેલા બે ડમ્પરો ને રોકાવી તેની રોયલ્ટી પરમીટ ચેક કરી અને વેબ્રિજ કરાવતા બંને વાહનો ઓવરલોડેડ જણાતા મામલતદારે નિયમાનુસાર કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓના ફાફડાટ ફેલાતો જોવા મળ્યો છે. આ બન્ને ડમ્પરોમાં એક ડમ્પર ભોગાવો સિલિકોન રેતી ભરેલો ડમ્પર અને બીજુ ડમ્પર ભરડીયાની સ્ટોન રેતી ભરેલું હોવાનુ જાણવા મળે છે.બંને ડમ્પરો વડિયામાંથી પસાર થતા હતા ત્યારે વડિયા મામલતદાર યોગેશ બારડ દ્વારા તેને રોકાવી જરૂરી દસ્તાવેજો માંગતા રોયલ્ટી પાસ ના હોવા સાથે ઓવર વેબ્રિજ કરાવતા તે ઓવરલોડેડ હોવાથી તેમની સામે નિયમનુંસાર કાર્યવાહી કરી આ સિલિકોન રેતી નો 38 ટન જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા 17100/-અને ડમ્પર ટ્રક ની કિંમત 35 લાખ ગણી કુલ 3517100/- નો જથ્થો કબજે કરી પોલીસને સોંપવામાં આવ્યો છે. તો આ ઘટના સમયે જ સ્ટોન રેતી ભરીને નીકળેલા એક ડંપર માં ઓવરલોડેડ રેતી હોવાથી તેના નવ ટન રેતી જેની કિંમત 6110/- અને ડમ્પરની કિંમત 9,56110/- નો મુદ્દામાલ સાથે કુલ વાહન સહીત 4473210/- નો મુદામાલ જપ્ત કર્યો કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ મુદામાલ પોલીસને હાલ સોંપવામાં આવ્યો હતો.
આ બાબત ની આગળની દંડનીય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. વડિયા મામલતદારની અન અધિકૃત ખનીજ ભરેલા અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે લાલ આંખથી ખનીજ માફિયાઓમાં ફાફડાટ વ્યાપતો જોવા મળ્યો હતો.