Jai Hind

ઉનામાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના નેતૃત્વમાં સફાઇ ઝુંબેશ

સ્વચ્છતા અભિયાનમાં નગર સેવકો અને નગરજનો જોડાયા

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સરકારના અવિરત 12વર્ષવિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉના શહેરમાં વરસિંગપુર રોડ પાસે યોગા કેન્દ્ર બ્લડ બેંક નજીક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષકાર્યક્રમ યોજાયો હતો.ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરાયું હતું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉના નગરજનો આ સ્વચ્છતાઅભિયાન માંઉત્સાહભેર સહભાગી થયા હતા. અભિયાન દરમિયાન આગેવાનો અને નગરજનોએ શ્રમદાન કરીને મુખ્ય રસ્તા પરથી કચરો, ઝાડી-ઝાંખરા દૂર કર્યા હતા. બ્લડ બેંક આસપાસના વિસ્તારને સંપૂર્ણ પણે સ્વચ્છ બનાવી સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત નો સંદેશો આપ્યો હતો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાનેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.આ 12 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે.સ્વચ્છતા એ જ સેવા ના મંત્રને ચરિતાર્થ કરવા સૌ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છીએ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉનામાં પણ સ્વચ્છતા સપ્તાહ થી સેવા પખવાડિયાની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં આરોગ્ય કેમ્પ,વૃક્ષારોપણ,જળ સંચય જેવા જનકલ્યાણના કાર્યક્રમો યોજાશે વિકાસની સાથે સ્વચ્છતા પણ જરૂરી આ અભિયાન થકી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.