Jai Hind

ધ્રોલ યાર્ડમાં ખેડુતોને અકસ્માત વીમા ચેકનું ધારાસભ્યના હસ્તે વિતરણ

માર્કેટીંગ વાર્ડ- ધ્રોલ ખાતે અકસ્માતમાં અવશાન પામેલા ખેડુતો (1) સ્વ. દયાળજીભાઈ મગનભાઈ ચૌલણ – ધ્રોલના વારસદારને વિમાના રૂપીયા 6 લાખના ચેકનું વિતરણ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ, જેમાં જામનગર ડી.કો.ઓ.બેંક તરફથી રૂા. 5 લાખ તથા માર્કેટીંગ યાર્ડ- ધ્રોલ તરફથી રૂ એક લાખ આમ કુલ મળી રૂા 6 લાખની રકમનો ચેક અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડુતના વારસદારને ચુકવવામાં આવેલ આજના વિમા ચેકના વિતરણ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા, વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજા, પુર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી, જીલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ યાર્ડના સેક્રેટરી ઉમેશ કગથરા, જામનગર ડી.કો.ઓ. બેંકના ધ્રોલ શાખાના મેનેજર જયેશ કાનાણી, માર્કેટીંગ પાર્ડના ડાયરેક્ટ કરશનભાઈ ગડારા, મંડળીના પ્રમુખઓ અને મંત્રીઓ હાજર રહેલ હતા.