Jai Hind

સામખીયાળીના ભગવતીગીરીબાપુના ઝઘડીયાના વેણુ ગામે 15મીથી મૌન અનુષ્ઠાન

પુરૂષોતમમાસમાં અખંડ રામધુન સહીતના કાર્યક્રમ યોજાયા

સામખીયાળીના ભગવતીગીરીબાપુ દ્વારા ઝઘડીયાના વેણુ ગામે નર્મદાના કિનારે પુરૂષોતમ માસમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. અખંડ રામધુન સહીતના કાર્યક્રમ ઉજવાઇ રહ્યા છે ત્યારે આગામી 15મીથી ભગવતીગીરીબાપુ 7 માસ સુધી મૌન અનુષ્ઠાન કરશે.
સંધ્યાગિરી સંસ્કૃત વેદ વિધાલયના સ્થાપક સામખિયાળીના ભગવતી ગીરીબાપુ ઝઘડિયા તાલુકાના વેણુ ગામે, તારીખ 17/05/2026 થી 15/06/2026 સુધી અધિક જેઠ મહિનામાં અખંડ રામધૂન તથા નિત્ય સવાર સાંજ નર્મદા સ્નાન ત્યારબાદ તારીખ 15/06/2026 થી 7 મહિના સુધી અદર્શન મૌન દિવ્ય અનુષ્ઠાન પ્રારંભ કરશે તથા સાત મહિના પછી નિત્ય અમુક દિવસ સુધી યજ્ઞ,બ્રહ્મ ભોજન ,માર્જન તર્પણ,દાન દક્ષિણા વગેરે કાર્યો થશે ભગવતી ગીરીબાપુ અમુક વર્ષોથી અન્ન અને ફ્રુટ લીધા વગર માત્ર ને માત્ર સવાર અને સાંજ ગાયનો દૂધનું સેવન કરી અને આ અલગ અલગ સ્થાનો પર દિવ્ય અનુષ્ઠાન કરી રહ્યા છે જેમાં આ વખતનું અનુષ્ઠાનમાં નર્મદાના કિનારે આવેલ ઝઘડિયા તાલુકામાં વેણુ ગામ જે છે ત્યાં કરી રહ્યા છે.