Jai Hind

ઉના: નેશનલ હેલ્થ મિશન કોન્ટ્રાકટ કર્મીઓના ચાર મહિનાથી પગાર બાકી

ડોકટર, સ્ટાફ નર્સ, ટેકનો કર્મીઓની હાલત કફોડી: પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની રજૂઆત

નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન સહિત ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર બાકી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશેઆમામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને પત્ર લખી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
પુંજાભાઈ વંશે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગઇંખ હેઠળ કોન્ટ્રાક્ટથી નિમણૂંક પામેલ કર્મચારીઓનીહાલત કપરી બની છે. છેલ્લા ચારેક માસથી તેઓનો પગાર બાકી છે. ઓછા પગારમાં પૂરું કામ કરાવવા છતાં ચાર-ચાર મહિનાથી પગાર ન થવાથી કર્મચારીઓના કુટુંબો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે.પત્રમાં ઉલ્લેખકરાયો છે કે, હાલ મોંઘવારીનો કપરો સમય ચાલી રહ્યો છેત્યારે ચાર-ચાર માસથી પગાર ન થતો હોવાથી પરિવારનું ભરણપોષણ કરવામાં આવા કર્મચારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્યએ આરોગ્ય મંત્રીનેસત્વરે જરૂરી તપાસ કરાવી ગઇંખ હેઠળ કામ કરતાકોન્ટ્રાક્ટ કર્મચારીઓનો બાકી પગાર તાત્કાલિક ચૂકવાય તેવી ભલામણ કરી છે. સાથે જ ભવિષ્યમાં પણ નિયમિત અને પૂરતો પગાર મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની જણાવ્યું હતું
પુંજાભાઈ વંશે જણાવ્યું કે, નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતાકોન્ટ્રાક્ટથી નિમણૂંક પામેલ કર્મચારીઓને તે ઓની મહેનતનું યથાયોગ્ય અને સમયસર મહેનતાણું મળવું જોઈએ.તેવી માંગણી કરી છે
કોરોના સહિતની મહામારીમાં ફ્રન્ટલાઈન પર કામ કરનારા ગઇંખના કોન્ટ્રાક્ટ કર્મીઓને જ પગાર માટે વલખાં મારવા પડે તે અત્યંત દુ:ખદબાબત છે. સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લઈ આ કર્મયોગીઓને ન્યાય આપવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.