વકીલ નહી હોવા છતા ખોટી રજૂઆત કરી
દ્વારકામાં આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ હિતેશભાઈ પીંડારિયા (ઉ.વ. 38) એ દ્વારકાના રહીશ એમ.બી. જાદવ નામના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હિરેનભાઈ પિંડારિયાએ જણાવ્યા મુજબ આરોપી એમ.બી. જાદવએ ખૂન જેવા ગંભીર ગુનાના કેસમાં આરોપીઓના વકીલ ન હોવા છતાં આરોપીના વકીલ છે તેવી ખોટી જાહેરાત કરી, આ કેસનું ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહી, ભાગ લીધો હતો. આ રીતે કોર્ટમાં ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોરી, ખોટી રજૂઆત કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસની કલમ 242 અને 319 તથા એડવોકેટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખાના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
ઓખાના નવી બજાર વિસ્તારમાં રહેતા યોગરાજભા બાવાભા માણેક (નાયાણી) નામના 29 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હાડાભા વજાભા માણેકએ સ્થાનિક પોલીસને કરી છે.