Jai Hind

ધોરાજીમાં સીસીરોડના કામોમાં ટેન્ડરની શરતોનો ભંગ થતો હોવાની ફરિયાદ

તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા સીટીઝન કાઉન્સિલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ધોરાજી સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી
ધોરાજી નગરપાલિકા હસ્તક ચાલી રહેલા સીસી રોડના કામોમાં ટેન્ડરની શરતો અને તકનીકી સ્પેસિફિકેશનનો ભંગ થતો હોવા અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી
ધોરાજી સીટીઝન કાઉન્સિલ ના પ્રમુખ દિલીપભાઈ ગેરીયા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયા મગનભાઈ સાઇપરિયા રમેશભાઈ રોકડ રાજુભાઈ યાદવ વજુભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ શ્રીમતી વિરલબેન પારેખ દિલીપભાઈ હોતવાણી વિગેરે સિટીઝન કાઉન્સિલ ના હોદ્દેદાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા હસ્તક વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા તેમજ પૂર્ણ થયેલા સીસી રોડના કામોમાં ટેન્ડરની શરતો, મંજૂર સ્પેસિફિકેશન તથા ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવે છે. જેના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થવાની તેમજ રોડની ગુણવત્તા અને આયુષ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.
) ટેન્ડર મુજબ ઠઇખ માટે 150 મીમી જાડાઈમાં 40 થી 63 મીમી સાઈઝની મેટલ યોગ્ય લેવલમાં પાથરી ત્યારબાદ 8 થી 10 ટન ક્ષમતાના વાઇબ્રેટિંગ રોલર દ્વારા પૂરતું રોલિંગ તથા પાણીનો ઉપયોગ કરી કોમ્પેક્શન કરવાનું હોય છે. પરંતુ અનેક સ્થળોએ મેટલ યોગ્ય રીતે પાથરવામાં આવતી નથી તેમજ રોલિંગ અને વોટરિંગની કામગીરી કરવામાં આવતી નથી. ટેન્ડરની જોગવાઈ મુજબ નિર્ધારિત પ્રમાણમાં સિમેન્ટ, રેતી અને 40 મીમી કાકરીનો ઉપયોગ થવો જરૂરી છે. પરંતુ કામમાં જરૂરી પ્રમાણ કરતાં ઓછી સિમેન્ટ વાપરવામાં આવતી હોવાની શંકા છે. વધુમાં કોંક્રિટમાં ક્રેશર પાવડર (પથ્થરની ધૂળ)નો અતિરેક ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે કોંક્રિટની ગુણવત્તા ઘટે છે. તેમજ નિર્ધારિત જાડાઈ મુજબ કોંક્રિટ પાથરવામાં આવતું નથી અને અનેક સ્થળોએ ઓછી જાડાઈમાં કામ પૂર્ણ કરવામાં આવે છે. ટેન્ડર મુજબ રોડના ઉપરના સ્તરમાં 6 ઇંચ જાડાઈનું ખ-200 ગ્રેડનું કોંક્રિટ મંજૂર મિક્સ ડિઝાઇન મુજબ તૈયાર કરવાનું હોય છે. તેમાં સિમેન્ટ, રેતી અને કાકરીનું પ્રમાણ મંજૂર ડિઝાઇન મુજબ વજન કરી અથવા મંજૂર મિક્સ ડિઝાઇન પ્રમાણે વાપરવાનું હોય છે. પરંતુ વાસ્તવમાં તે મુજબનું પાલન થતું ન હોવાનું જણાય છે. કોંક્રિટની ગુણવત્તા ચકાસવા માટે સાઇટ ઉપર ક્યુબ તૈયાર કરી લેબોરેટરી ટેસ્ટ કરાવવાનું ફરજિયાત હોય છે. પરંતુ ઘણી સાઇટો પર ક્યુબ તૈયાર કરવામાં આવતા નથી અને જરૂરી ટેસ્ટિંગ પ્રક્રિયાનું પાલન થતું નથી. ચાલુ કામના સ્થળે ટેન્ડર, ખર્ચ, કોન્ટ્રાક્ટરનું નામ, તકનીકી સ્પેસિફિકેશન અને કામગીરીની વિગતો દર્શાવતું સૂચના બોર્ડ મૂકવું જરૂરી છે. પરંતુ આવા બોર્ડ મોટા ભાગે ઉપલબ્ધ નથી, જેના કારણે સામાન્ય નાગરિકો કામની વિગતો જાણવાથી વંચિત રહે છે. સાઇટ ઉપર મટીરીયલ ટેસ્ટિંગ રજીસ્ટર, સિમેન્ટ સ્ટોક રજીસ્ટર તથા અન્ય જરૂરી રેકોર્ડ જાળવવામાં આવતા નથી અથવા યોગ્ય રીતે ઉપલબ્ધ રાખવામાં આવતા નથી. ટેન્ડર અને સ્પેસિફિકેશન મુજબ કામની માપણી તથા જાડાઈ (ઝવશભસક્ષયતત) જાળવવી ફરજિયાત છે. પરંતુ કામ દરમિયાન તથા પૂર્ણ થયેલ રોડોમાં નિર્ધારિત જાડાઈ જાળવવામાં આવતી નથી તેમજ માપણીની પ્રક્રિયામાં પણ અનિયમિતતા હોવાની શંકા છે. ઉપરોક્ત બાબતો અત્યંત ગંભીર સ્વરૂપની હોવાથી જાહેર હિતમાં નીચે મુજબની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે : સમગ્ર કામગીરીની સ્વતંત્ર ટેકનિકલ એજન્સી અથવા ઉચ્ચ કક્ષાના ઇજનેર દ્વારા સ્થળ તપાસ કરાવવામાં આવે. તેમજ પૂર્ણ થયેલા તથા ચાલુ કામોમાં કોર કટીંગ, ક્યુબ ટેસ્ટ, થિકનેસ ચેકિંગ અને ગુણવત્તા પરીક્ષણ કરાવવામાં આવે. ટેન્ડરની શરતો અને મંજૂર સ્પેસિફિકેશનનું પાલન થયું છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવે. ગેરરીતિ જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર તથા સંકળાયેલા વ્યક્તિઓ સામે નિયમસર કડક કાર્યવાહી કરવામાં આવે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કામોના બિલની ચુકવણી અટકાવવામાં આવે.
તપાસ અહેવાલ જાહેર હિતમાં જાહેર કરવામાં આવે. જાહેર નાણાંમાંથી થતી કામગીરીમાં ગુણવત્તા જળવાય અને પ્રજાને લાંબા ગાળે ટકાઉ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી આપશ્રી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશો તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી