Jai Hind

ઇન્ટર ડિસ્ટ્રીક્ટ U-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર રૂરલની ટીમ એલિટ ગ્રુપમાં પ્રવેશી

વિશ્ર્વરાજના તોફાની 133, મયુર રાઠોડે શાનદાર 85 રન બનાવ્યા

રાજકોટમાં રમાઇ રહેલી ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટના નોકઆુટ મેચમાં જામનગર રૂરલની ટીમ એલિટ ગ્રુપમાં પ્રવેશી છે. જામનગર રૂરલની ટીમ વતી વિશ્ર્વરાજે તોફાની 133, મયુર રાઠોડે શાનદાર 85 રન બનાવ્યા હતા.
જામનગર રૂરલ નો નોક આઉટ માં શાનદાર રમત દ્રારા રાજકોટ રેલવે ખાતે રમાયેલી મેચમાં ભાવનગર ગ્રામ્ય તથા સેમી ફાઈનલમાં બોટાદને ખુબ મોટા અંતરથી પરાજય આપી એલીટ ગ્રુપ માં પ્રવેશ મેળવ્યો. જામનગર તરફથી મયુર રાઠોડે શાનદાર 85,વિશ્વરાજ 133,દેવ 61 તથા સૌમ્ય ચાંદ્રા એ 51 નોટ આઉટ વડે ટીમને જીત અપાવી.કેનીલ સંઘવીની 4 વિકેટ, હરીશ મોર્ડવની 6 તથા હિત રોલાએ 4 વિકેટ લઈ શાનદાર દેખાવ કરેલ. રૂરલના પ્રમુખ હિતેશભાઈ એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.