કોઇ પડી જાય તે પહેલા યુરિનલની બન્ને બાજુ રેલીંગ નાખવાની લોકમાંગણી
જાફરાબાદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ યુરીનલ બ્લોક (શૌચાલય) માં સિનિયર સિટીઝન બિમાર લોકો અને દિવ્યાંગ લોકો ઉંચા પગથીયા ચડવામાં મુશ્કેલી પડી રહી છે. આ બાબત નગરપાલિકા ધ્યાન ઉપર લેવામાં આવશે કે નહીં..??બંદર ચોકમાં નગરપાલિકા દ્વારા યુરિનલ બ્લોક (શૌચાલય) બનાવવામાં આવ્યું છે. તે પ્રશંસા પાત્ર છે. પરંતુ આ શૌચાલય માં જવા માટે જે પગથીયા બનાવવામાં આવ્યા છે. તે પગથીયા ચડવા માટે સિનિયર સિટીઝન દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ બિમાર લોકો ને ખુબજ મુશ્કેલી પડી રહી છે. કારણ કે પગથીયા ઉંચા હોય તેમજ પગથીયાની બાજુમાં પાઇપ ની રેલીંગ મુકવામાં આવી નથી આથી સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગ લોકો તેમજ બિમાર લોકો ને શૌચાલયમાં જવા માટે પગથીયા ચડવા માટે કોઈ આધાર નહીં હોવાથી આવા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. માટે લોકો ની માંગણી છે કે કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં નગરપાલિકા આ બાબત ધ્યાન ઉપર લઈ વહેલામાં વહેલી તકે પાઈપ રેલીંગ મુકવામાં આવે. અહીં બંદર ચોકમાં જુનું બસસ્ટેશન હોવાથી મુસાફરો સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગ લોકો તેમજ બિમાર દર્દીઓ આ શૌચાલય નો ઉપયોગ કરતા હોય પરંતુ આ શૌચાલયના ઉંચા પગથીયા હોય તે ચડવા માટે કોઈ આધાર કે રેલીંગ ન હોવાથી કોઈ ગંભીર ઘટના ઘટે તો જવાબદારી કોની..?? પાલિકા દ્વારા આવી કોઈ ઘટના ન ઘટે તે પહેલાં તાત્કાલિક ધોરણે રેલીંગ નાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.