બે અજાણી મહીલાઓએ દુકાનમાં હાજર વ્યક્તિનું ધ્યાન ચુકવી સોનાની બંગડીની ચોરી કરેલી
અમરેલીના ચિતલ રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં રહેતા વેપારી હાર્દિકભાઇ સુરેશભાઇ કાત્રોડીયાની પંજાબ બેંક સામે આવેલી ચિંતન જવેલર્સ દુકાનમાં બે અજાણી મહિલાઓ ગ્રાહક તરીકે આવી હતી. દરમિયાન દુકાનમાં હાજર વ્યક્તિનું ધ્યાન ચુકવી સોનાની બંગડીઓના આઠથી નવ સેટમાંથી એક સોનાની બંગડીનો સેટ ચોરી કરી લેવામાં આવ્યો હતો. ચોરી થયેલા સેટનું વજન 21.080 ગ્રામ હોવાનું અને તેની કિંમત અંદાજે રૂ.3.35 લાખ હોવાનું જણાવાયું છે. બનાવ બાદ બંને મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. અમરેલી શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા અન્ય આધારોના આધારે બંને અજાણી મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવ અંગે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી શહેરમાં ચિંતન જવેર્લસમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ ઇસમને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાલધી ગામેથી સોયેબ અબ્દુલ હમીદ દેશમુખને રોકડ રૂપિયા 3,000 તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 મળી કુલ કિંમત રૂપિયા 13,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી સીટીની ચોરીના ગુનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં કબુલાત આપેલ છે કે, દસેક દિવસ પહેલા આ ઇસમ તથા તેની સાથે સુમૈયા અફસર શેખ તથા રજીયા યાસીન શેખ (રહે.બંને જલગાવ) વાળી સાથે અમરેલી ખાતે આવેલ અને આ બન્ને મહિલાઓ અમરેલીની જવેલર્સની દુકાનમાં સોનાના દાગીના લેવાના બહાને ગયેલ અને પોતે દુકાનની બહાર ધ્યાન રાખવા ઉભો રહેલ હતો.તે વખને આ બન્ને મહિલાએ સોનાની બંગડી જોતી વખતે નજર ચુકવી સોનાની બંગડીના સેટની ચોરી કરી લઇ આવેલ હોવાની હકિકત જણાવેલ હતી.