યુવતીના પિતા સહિત લોકોએ માર મારી હુમલો કર્યો હતો : ભારે ચકચાર
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમા પ્રેમસંબંધમા મામલો હત્યાએ પોહ્ચ્યો પ્રેમીએ પ્રેમિકાને મળવા પાછળ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે કડીયાળી ગામે એક ગંભીર ઘટના બની છે જેમાં રાજેશભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના યુવકનું માર મારવાને કારણે મોત નીપજ્યું હતું. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મૃતક રાજેશભાઈને પ્રેમિકા યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે રાજેશભાઈ જ્યારે છોકરીને મળવા ગયા હતા ત્યારે કેટલાક લોકો એકત્ર ભેગા મળીને તેમને ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે રાજેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા મામલો હત્યામાં પલ્ટાયો છે હાલ હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ હત્યાના બનાવ અંગે ઉઢજઙ નયના ગોરડિયાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ પીઆઇ મુકેશ દેસાઈ, સહીત પોલીસ ટિમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો બનાવી આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ઉઢજઙ નયના ગોરડિયાનો સંપર્ક કરતા જણાવ્યું જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા થઈ છે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધાશે.