થોરડીની સીમમાંથી દબોચી લેતી રૂરલ એલસીબી
કોટડા સાંગાણી વિસ્તાર માં 13 વર્ષ પહેલા સગીરા ને લગ્ન ની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા ની ઘટના માં મદદગારી કરનાર નાસતા ફરતા આરોપી ને એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પીઆઇ જે.પી.રાવ તથા સ્ટાફે ગુંદાળા ચોકડી અંડરબ્રીજ નીચેથી મુળ મધ્યપ્રદેશ નાં અલીરાજપુર નાં ગવણ ખેરવાડ ફળીયા નાં અને કેટલાક સમય થી કોટડા સાંગાણી નાં થોરડી સીમ વિસ્તાર માં ખેતમજુરી કરતા ખેલુભાઇ થાવરીભાઇ બામણીયા ઉવ.36 ને 13 વર્ષ પહેલા નાં દુષ્કર્મ નાં ગુન્હા માં પોલીસ ને ચકમો આપી નાશતો ફરતો હોય જડપી લીધો હતો.
ખેલુભાઇ નાં નાનાભાઇ ધમા એ બાજુની વાડીમાં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચર્યુ હતુ.આ ગુન્હા માં ખેલુભાઇ તથા અન્ય ભાઇ સુરસીંગે મદદગારી કરી હતી.દરમ્યાન કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન માં બનાવ અંગે અપહરણ તથા દુષ્કર્મ અંગે પોકસો એકટ મુજબ ધમા થાવરીભાઇ તથા મદદગારી અંગે ખેલુભાઇ તથા સુરસીંગ સામે ફરિયાદ નોંધાઇ હતી.બનાવ બાદ ધમો જડપાઇ ગયો હતો.જ્યારે સુરસીંગ છ વર્ષ પહેલા જડપાયો હતો. એલસીબીએ શાપર પોલીસ ને આરોપી ની સોંપણી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.