સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો- ઓપરેટિવ હાઉસિંગ સોાયટીની 54મી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદિપસિંહ કે. ડોડિયાના અધ્યક્ષસ્થાને તા.14/ 06/2026ને રવિવારના રોજ સવારે સાડા નવ વાગ્યે રૂૂદ્રમુખી હનુમાન મંદિર પરિસરમાં મળશે. સુવર્ણ જયંતિ વર્ષ ખૂબજ ઉમંગપૂર્વક ઉજવનાર સૌરાષ્ટ યુનિવર્સીટી કર્મચારી કો- ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને રાજકોટ મહાનગર પાલિકાની સ્માર્ટ સોસાયટીનો દરજ્જો મળેલ છે. આ સોસાયટીની આગામી રવિવારે સવારે સાડા નવ વાગ્યે યોજાનાર 54મી વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના ઉપ પ્રમુખ અને જાણીતાં ઉદ્યોગપતિ સજી મેથ્યુ, માનદમંત્રી અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ પરમાર, સહમંત્રી અને બિલ્ડર રમેશ સભાયા, ડો. અનામિક શાહ, ડો.દર્શન ભટ્ટ, ડી.પી.ત્રિવેદી, તૃપ્તિબેન અમરેલિયા, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, ઉદ્યોગપતિ શ્રીજીથ સુકુમારન્ નાયર, કૈલેશકુમાર તન્ના, જીતેશકુમાર પંડિત, મૌલિકસિંહ ભટ્ટી, એચ. એમ. રાજા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, પ્રો.પી.એચ. પરસાણીયા, ઉધોગપતિ ભરતભાઇ વાછાણી, ડો.ચૈતન્યસિંહ ગોહિલ, દિનેશભાઇ ભુવા, એડવોકેટ મિહિરભાઈ ત્રિવેદી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશભાઈ કગથરા, ઉપેન્દ્રભાઈ એન. પંડ્યા, એન. એસ. ઉપાધ્યાય, હસમુખ સી. જોશી, સી.એન.વેકરીયા, રસિકભાઈ ડોબરીયા, સહિત અનેક વરિષ્ઠ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.આગામી દિવસોમાં સોસાયટીના પરિસરમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા માટે સોસાયટીના સભ્યોનો સહયોગ મેળવવાં બાબતે આગામી રવિવારે સવારે સાડા નવ વાગ્યે મળનારી 54મી વાર્ષિક સાધારણ સભામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.