Jai Hind

ઉના કંસારી હાઈવે પર શેઠશાહી: પેટ્રોલ પંપ માલિકે નેશનલ હાઈવેને ઘરનું આંગણું બનાવી દીધું

મોત સમાન રેલીંગ ખડકી દઈ હાઈવેનો અડધો ભાગ હડપ કર્યો: જનતાના જીવ સાથે ખુલ્લેઆમ સોદાબાજી

ઉના તાલુકાના કંસારી ગામ પાસે નવા બંધાયેલા પેટ્રોલ પંપના માલિકે સત્તા અને સંપત્તિના નશામાં કાયદાને પગ તળે કચડી નાખ્યો છે. ભારત સરકારના નેશનલહાઇવેને પોતાની બાપીકી જાગીર સમજી બેરોકટોક અર્ધો રસ્તો હડપકરી લીધો છે.પોતાના ધંધાનો ધમધમાટ વધારવા હાઇવે વચ્ચે પથ્થરની દીવાલ ચણી મોતનોત્રિકોણઉભો કરી દીધો છે.જાહેર જનતાના જીવ સાથેની આ મજાક સમાન રસ્તા સામે તંત્રનું મૌન મિલીભગતની બૂ મારે છે.
24 કલાક વાહનોથી ધમધમતા ઉના-ધોકડવા નેશનલ હાઇવે પર આ શેઠે સરેઆમ ગુંડાગીરીઆચરીછે.હાઇવે ને અડીને પથ્થરોની રેલિંગનો અડચણરૂપ કિલ્લો રચી રંગરોગાન કરી દીધો છે.પેટ્રોલપંપ તરફ વાહનો વાળવા રસ્તાને ત્રિકોણીય બનાવી સીધો અકસ્માતને આમંત્રણ આપી દીધું છે.રાત્રિના ઘોર અંધારામાં 60થી70 ની સ્પીડે દોડતા વાહનો આ પથ્થરો સાથે અથડાશે ત્યારે લાશોના ઢગલા થશે.ત્યારે આ નરસંહારની જવાબદારી નાયબ કલેક્ટર લેશે કે ઉુજઙ નિર્દોષના લોહીનો ડાઘ કોના હાથે લાગશે?
આ જાહેર અતિક્રમણનેઆજે પૂરો એક મહિનો વીતી ગયો છે. રોજ હજારો વાહનચાલકો મોતના મુખમાંથી પસાર થાય છે, છતાં ગઇંઅઈંના અધિકારીઓ,નાયબ કલેક્ટર મામલતદાર ઉુજઙ ઉના અને સ્થાનિકપોલીસ સાંઢની જેમ આંખ મીંચીને બેઠી છે.સ્થાનિક રાજનેતા ઓ પણ મતના ડરે મૌન છે.આ મૌન કરાર સાબિત કરે છે કે પેટ્રોલપંપ માલિકનીલાગવગ કાયદાથી મોટી છે. શું ધનિકો સામે કાયદાનો ડંડો ભાંગી ગયો છે?
આ તંત્રનો બેવડો ચહેરોજનતાએ બરાબર ઓળખી લીધો છે. રોડની કોર પર ગરીબો ના લારી કે ઝૂંપડુંદેખાય તો 24 કલાકમાં બુલડોઝર ફેરવી દેવાય છે. પરંતુ અહીં તો આખા નેશનલ હાઇવેનો અર્ધો હિસ્સોવીટીં લેવાયો છે છતાં એક નોટિસ સુદ્ધાં ફટકારાઈ નથી.આશુંસાબિત કરે છે? કાયદો ફક્ત લાચાર-ગરીબને કચડવા માટે જ છે? પૈસાવાળા શેઠ સામે તંત્રના બધા અધિકારીઓ નપુંસક બની જાય છે?

જનતાના આકરા સવાલ – જવાબ આપો તંત્ર!
સરકારી હાઇવે હડપ કરનાર પેટ્રોલપંપ માલિક સામે તાત્કાલિક ફોજદારી ગુનો કેમ નોંધાતો નથી? ગઇંઅઈંની કરોડોની મિલકત પચાવી પડાઈછતાંઓથોરિટીકુંભકર્ણ ની નિંદ્રામાં કેમ છે?એકમહિનાથીમોતનુંજાળુંબિછાવાયું હોવા છતાં ઉના પોલીસની આંખે પાટા કેમ બંધાયાછે?
શું આ શેઠની રાજકીય વગ નાયબ કલેક્ટર- ઉુજઙથી પણ મોટીછે?
જનતાની લાલ આંખ
જાગૃત નાગરિક રોડ પર ચાલતાં વાહન ચાલકો એ લાલ આંખ કરી છે. જો આગામી દિવસો માં આ ગેરકાયદે પથ્થરની રેલિંગ તોડીને હાઇવે પૂર્વવત નહીં કરાય અને પેટ્રોલપંપ માલિક સહિત જવાબદાર અધિકારીઓ સામે ઋઈંછ નોંધાવી ઉના-ધોકડવા હાઇવે ખુલ્લો કરાવા કાર્યવાહી કરાશે જનતાનો રોષ હવે બેકાબૂ બનવાની તૈયારીમાં છે.તંત્રએ નક્કી કરવું પડશે કે તે કાયદા સાથેછેકેશેઠશાહીનાખિસ્સામાંલોકશાહીનો ગળો ઘૂંટાય એ પહેલાં તંત્ર જાગે